________________
તે છપાઈ ગયેલ હોઈ પુસ્તકનું કદ ન વધે તે છે જેમને તે જોવાની ઈચ્છા હોય તેમને છાપેલી પ્રતમાંથી તે તે સ્થળે જોઈ લેવા સારૂ અત્રે ભલામણજ કરવી રહી. દરેક સ્થલના પ્રમાણપાઠ તે કુટનેટમાં આપેલા જ છે. આવશ્યક્તાનુસાર છે પણ કરેલી છે કુટનેટમાં જે પાઠે આગળ કેવળ પૃષાંકજ કૌંસમાં બતાવેલા છે, તે પાઠ મૂળ છાપેલી પ્રતના પાના પ્રમાણે છે. બીજા પાઠમાં ગ્રંથનાં નામ સાથે જ પૃષ્ઠ આદિ કૌસમાં લખેલા છે. •
આ અનુવાદ ટીકાની શૈલીથી વાંચકોને સારી રીતે સમજાવી શકે અને રસ ઉપજાવે તેવી વિવેચક દ્રષ્ટિએ કરવામાં આવ્યું છે તેથી આ અનુવાદને મહું વિવેચનાત્મક અનુવાદ તરીકે કથન કરેલ છે. અને વિષય મુખ્યત્વે પર્વ તિથિની આરાધના માટે પ્રકાશ પાડનાર હોવાથી અનુવાદનું નામ પર્વતિથિ પ્રકાશ” રાખ્યું છે. ટીકાને અક્ષરાનુવાદ તથા વિવેચન પૃથક્ સમજી શકાય તે હેતુથી ટાઈપ નાના મેટા રાખવાની કાળજી મુકેએ રાખેલી છે, તે પુસ્તકના વાંચન ઉપરથી યદ્યપિ સમજી શકાશે તથાપિ એ કહેવું અસાંપ્રત નથી કે વિવેચનનું વણાટ મૂળના તારેતાર કરેલું હેવાથી આખી વસ્તુ એક, અખંડ, અને અભિન્ન છે.
એ ખરું છે કે આ ગ્રન્થના મૂલ ક્ત ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી ગણિએ કેટલીક બાબતમાં શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણા કરી હતી. તેથી તેઓ કેટલીક વખત ગચ્છ બહાર મૂકાયા હતા. અને તેમને તે બદલ “મિચ્છામિ દુકકર્ડ' પણ અનેકવાર દેવું પડયું હતું. તથાપિતેઓના આ ગ્રન્થમાં જે