________________
વારામાં જ હોય છે. પરિહારવિશુદ્ધિક પરિહારવિશુદ્ધિકપણું તને છેદેપસ્થાપનીય સંયમ સ્વીકારે એમ કહ્યું છે તે પાછા ગચ્છાદિનો આશ્રય કરનાર માટે સમજવું અને અસંયમપણે પામવાનું મરણ પામીને દેવગતિમાં જાય તેને આશ્રયીને સમજવું.
યથાખ્યાત સંયતી યથાખ્યાત સંતપણું તજી દઈને શ્રેણથી પડતે સૂફમપરાયપણું પામે અથવા દેવગતિમાં જાય તે અસંતપણું પામે. ઉપશાંતમોહપણામાં મરણ પામે તે દેવગતિમાં જ ઉપજે છે માટે.
૨૮ માં આકર્ષ દ્વારમાં નાના ભાવ ગ્રહણ આકર્ષના અધિકારમાં છેદપસ્થાપનીય માટે નવસોથી અધિક અને હજારની અંદર આકર્ષ કહ્યા છે તે આ પ્રમાણે–એક ભવમાં છ વીશ એટલે ૧૨૦ આકર્ષ થાય છે, તે પ્રમાણે આઠ ભવમાં થતા હોવાથી ૧૨૦ ને આડે ગુણતાં ૯૬૦ થાય છે. આ સંભવ માત્રને આશ્રયીને સંખ્યાવિશેષ સમજવી. અન્યથા બીજી રીતે પણ થાય છે, પરંતુ નવસોથી અધિક આકર્ષ થાય એમ સમજવું. (પૃષ્ઠ ૩ર ની નોટમાં આને હેતુ સમજાવેલ નથી એમ લખ્યું છે, પણ ટીકામાં ઉપર પ્રમાણે ખુલાસે મળી શક્યો છે. પૃષ્ઠ ૩૩ માં કરેલી નેટને ખુલાસો પણ આ રીતે થઈ જાય છે.)