________________
પ્રાસંગિક નિવેદન
1000.00 સં. ૧૨ નું ચોમાસું આચાર્ય શ્રી વિજયનીતિસૂરિના પ્રવીણ શિષ્ય પંન્યાસ શ્રી ઉદયવિજયજીએ ભાવનગરમાં કર્યું. તેમની સાથે શ્રી ભગવતીસૂત્રના ૨૫ મા શતકનો છઠ્ઠો, સાતમો ઉદેશે વાંચતાં તેમાં પંચનિર્ગથ અને પંચસંયત અધિકાર આવ્યા. તેમાંથી પંચનિગ્રંથ સંબંધી તે તે જ સૂત્રના ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજે પોતે જ તે નામનું પ્રકરણ સટીક બનાવ્યું છે. તે ટીકા સાથે તેમજ ગુજરાતી અર્થ વિવે. ચન સાથે છપાયેલ છે. પંચસંયત સંબંધી તજવીજ કરતા તેને અંગે કઈ પ્રકરણ બનેલું જણાયું નહીં તેથી મને ઉત્સાહ થતાં મેં મારી અલ્પમતિ પ્રમાણે ગુજરાતી ભાષામાં પ્રશ્નોત્તરરૂપે તે પ્રકરણ લખ્યું અને તેમાં જ્યાં જ્યાં પંચનિગ્રંથની ભલામણ કરી હતી ત્યાં ત્યાં ભલામણ ન કરતા ત્યાંથી ઉદ્ધરીને તે હકીક્ત જ આ ભાષાંતરમાં લખી છે કે જેથી આ પ્રકરણ વાંચનારને પંચનિથ પ્રકરણ વાંચવાની જરૂર ન પડે.
સદરહુ પ્રકરણ મેં શ્રી પાટણ વયોવૃદ્ધ પ્રવર્તક મુનિરાજ શ્રી કાંતિવિજયજી મહારાજને મોકલ્યું અને વાંચીને સુધારી આપવા વિનંતિ કરી. તે પ્રકરણ તેમણે મારા પરની કૃપાદષ્ટિથી પિતાના પ્રશિષ્ય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી પાસે સુધરાવીને કર્યું. તે સંબંધમાં તેમને મારા પર અત્યંત ઉપકાર થયેલ છે તે ભૂલી શકાય તેમ નથી.