________________
--પસ્તાવના
આ ટૂંકી પ્રસ્તાવનામાં માત્ર પ્રાર્થના જ કરવાની છે, કારણ કે આ પ્રકરણ રચવાનો પ્રસ્તાવ તો પ્રાસંગિક નિવેદનમાં લખેલો છે.
શ્રી પંચનિગ્રંથ પ્રકરણમાં પાંચ પ્રકારના નિર્ચથ ઉપર ૩૬ દ્વાર ઉતારેલા છે, તે જ પ્રમાણે આ પ્રકરણમાં પાંચ પ્રકારના સંયત ( ચારિત્ર ) ઉપર ૩૬ દ્વાર ઉતારેલા. છે. તેના નામ પ્રકરણના પ્રારંભમાં આપેલા છે અને તે દરેક દ્વારનું વિવરણ કમસર આપવામાં આવ્યું છે.
આ પ્રકરણની રચના એક બાળચેષ્ટારૂપ કહી શકાય તેમ છે, છતાં તેને મહાપુરુષને સ્પર્શ થયેલ હોવાથી કાંઈક કિંમત અંકાશે એમ ધારું છું. વિદ્વાન મુનિમહારાજા વિગેરેને મારી નમ્ર પ્રાર્થના છે કે આ પ્રકરણમાં મારી જે કાંઈ
સ્મલના થયેલ હોય તે કૃપા કરીને જરૂર મને જણાવવા કૃપા કરવી, જેથી હું તે પ્રમાણે સુધારવા પ્રયાસ કરીશ. મૂળ ને ભાષાંતર છપાવવામાં શુદ્ધિને માટે બનતી સહાય લેવામાં આવી છે છતાં દષ્ટિદેષથી યા પ્રેસષથી કાંઈ અશુદ્ધિ રહેલી જણાય તો તેને માટે પણ લખી મેકલવા તસ્દી લેવી.
આવા સાહસને માટે હું વિદ્વાન આચાર્યાદિકની ક્ષમા માગી વિરમું છું.
ભાદરવા વદિ ૮
સં. ૧૯૯૩
!
કુંવરજી આણંદજી
ભાવનગર