________________
પંચસંયત પ્રકરણ=d=D==D=d=q=g=d=0
પરિહારવિશુદ્ધિક સંયત ત્રણ શુભ લેશ્યાવાળા હાય, અલેશી ન હોય.
સૂક્ષ્મસં૫રાય સંયત માત્ર શુક્લ લેશ્યાવાળા હોય.
યથાખ્યાત સંયત લેશ્યાવાળા હોય અને લેણ્યા રહિત પણ હોય. લેશ્યાવાળા હોય તે પરમ શુક્લ લેશ્યાવાળા હોય. ચંદમે ગુણઠાણે યથાખ્યાત સંયમી લેશ્યાવિનાના હેય. ૨૦ વશમું પરિણામ દ્વાર–
સામાયિક સંયત ચડતા પરિણામવાળા હોય, પડતા પરિણામવાળા હોય કે સ્થિર પરિણામવાળા હોય?
ઉત્તર-ચડતા પરિણામવાળા હોય, પડતા પરિણામવાળા હોય અને સ્થિર પરિણામવાળા પણ હેય. આ પ્રમાણે છેદપસ્થાપનીય ને પરિહારવિશુદ્ધિક સંયત માટે જાણવું.
સૂક્ષ્મપરાય સંત શ્રેણીએ ચડતાં ચડતા પરિણામવાળા હોય અને શ્રેણીથી પડતાં પડતા પરિ. ણામવાળા હોય. સ્થિર પરિણમવાળા ન હોય. - 1=0=D=D==q=g[ ૨૫]D=d=D=d=td=0