________________
પરમ પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રી મદ્વિજય સામચદ્રસુરીશ્વરજી મહારાજાને હાર્દિક સમણુ
હે પરમાપકારી સિદ્ધાન્તનિષ્ઠ
ચંદ્ર શીતલતા પાથરીને ચાલ્યા જાય, વીજળી ચમકારા કરીને ચાલી જાય, ગુલાબ સુવાસ પ્રસરાવીને ચાલ્યુ જાય. તેમ આપશ્રી પણુ અમારા દૃષ્ટિપથમાંથી જોતજોતામાં ચાલ્યા ગયા અને આજે એક માસ થવા આવ્યા, છતાં પણ આપશ્રી ઉત્કૃષ્ટ આરાધનાની એવી સુવાસ પ્રસરાવીને વિદાય થયા છે. તેથી આપશ્રીની યાદ કયારે પણ વિસરી વિસરાય તેમ નથી.
હે ભવાબ્ધિતારક વાત્સલ્યવારિધિ
આપશ્રીએ તા ૫૮ વર્ષીના સ`યમપર્યાયમાં શાસનની અપૂર્વ આરાધના—સાધના—રક્ષા-પ્રભાવના કરી મેાક્ષમાર્ગના ઝળહળતા પ્રકાશ ફેલાવ્યેા છે. સદાય જિનાજ્ઞા પ્રત્યેની ખુમારીવાળી આપની મુખમુદ્રા અને આપના રામરામમાં વ્યાપેલા જ્ઞાનના ગુણુને જોઇને અમારુ હૈયું હષ વિભાર ખનતું હતુ. હે પરમતારક ગુરુદેવ અમારા જેવા અજ્ઞાની અવિવેકી આત્માના આપ ઉદ્ધારક છે.
•