________________
अनन्तलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः ॥
अथ इन्द्रियपराजयशतकं
सुचिय सूरो सो चेव, पंडिओ तं पसंसिमो निच्च । इंदियचोरेहि सया, न लुटि जस्स चरणधणं ॥१॥
અર્થ તે જ સાચે શૂરવીર છે, તે જ ખરે પંડિત છે અને તેની જ અમે નિત્ય પ્રશંસા કરીએ છીએ, કે જેનું ચારિત્રરૂપી ધન ઈન્દ્રિયરૂપી ચોરોએ લૂંટયું નથી. સદા સુરક્ષિત છે. (૧) इंदियचवलतुरंग, दुग्गइमग्गाणुधाबिरे निचं । માવિષમારવો, હંમરું નિવારસીર્દિ #રા
અર્થ-ઈન્દ્રિરૂપી ચપળ ઘોડાઓ નિત્ય દુર્ગતિના માગે છેડનારા છે, સંસારનું સ્વરૂપ જેણે વિચાર્યું છે એ જીવ જિનેશ્વરના વચનરૂપી લગામેથી તે ઈન્દ્રિયેને રોકે છે. અર્થાત્ નિરંકુશ ઈન્દ્રિયે અનેક પાપ કરાવી જીવને સંસારમાં અતીવ દુઃખી કરે છે, એમ સમજી જિનવચનના બળે તેને વિષમાંથી અટકાવવી હિતકર છે. (૨) इदियधुत्ताणमहो, तिलतुसमितपि देसु मा पसरं । जइ दिनो तो नीओ, जत्थ खणो वरिसकोडिसमो ॥३॥