________________
४४ અથ -વિધિને વેગ મહો ધન્ય પુરુષોને થાય છે, વિધિ ન પાળી શકે તે પણ તેને પક્ષ કરનાર પુરુષે પણ સદા ધન્ય છે, પક્ષ ન કરી શકે તે પણ જેના હૃદયમાં વિધિપ્રત્યેનું બહુમાન છે તે પણ ધન્ય છે, અને બહુમાન પણ ન હોય તથાપિ જે વિધિના પક્ષની નિંદા વગેરે કરી તેને વગોવતા નથી–દૂષિત કરતા નથી તે પણ ધન્ય છે (અર્થાત્ અવિધિને પક્ષ છૂટે ત્યારથી જીવને વિકાસ થાય છે) (૧૨૪)
ગ્રંથ ભણવાનું ફળ જણ્વી ઉપસંહાર संवेगमणो संबोह-सत्तरं जो पढेइ भव्यजिवो । सिरिजयसेहरठाणं, सो लहइ नत्थि संदेहो ॥१२५।।
અથ –જેનું મન સંવેગથી રંગાયેલું છે, તે જે ભવ્ય જીવ આ “સંબંધસત્તરી પ્રકરણને ભણે છે, નિઃસંદેહ તે શ્રી જયશેખર (યાં આત્મલક્ષમીને સંપૂર્ણ જય છે તે મેક્ષરૂપી) સ્થાનને પામે છે. અહીં “જયશેખર” શબ્દથી ર્તાએ પિતાના ગુરુનું નામ સૂચવ્યું છે (એમ પૂર્વે અર્થ કરનારાઓનું મન્તવ્ય છે. (૧૨૫)