________________
૩૬ અર્થ:-દેવદ્રવ્યથી પ્રતિમાઓ-મંદીરે બનાવી શકાય, તેની સંભાળ-મહાપૂજા-સત્કાર વગેરે કરી શકાય, ત્યાં આવનાર સાધુઓને ઉપદેશ સાંભળી શકાય અને બીજી પણ અનેક પ્રકારની શાસનની ઉન્નતિ થાય, એવા જ્ઞાનદર્શન અને ચારિત્ર રૂપ ગુણની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું રક્ષણ કરનારે જીવ તીર્થંકરપણું પામે છે. ભવિષ્યમાં તીર્થકર થાય છે. (૧૦૧).
ઉપર જણાવ્યું તેમ જૈનશાસનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાનાદિ ગુણેની પ્રભાવના કરનારા એવા દેવદ્રવ્યનું ભક્ષણ કરનારે જીવ અનંતસંસારી થાય છે. અનંતકાળ સંસારનાં દુખેથી પીડાય છે. (૧૨)
જે શ્રાવક ઉપર જણાવ્યું તેવા ઉપકારી દેવદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા તેને નાશ થતું હોય ત્યારે ઉપેક્ષા કરે, તે તે જીવ પ્રજ્ઞા (બુદ્ધિ) હીન થાય અને પાપકર્મોથી લેપાય, ઘણું દુષ્ટ કર્મોને બાંધે. (૧૦)
ચાર મોટાં પાપે અને તેનું ફળ. चेअदब्वविणासे, इसिघाए पवयणस्सउड्डाहे । संजइचउत्थभंगे, मूलग्गी बोहिलाभस्स ॥१०४॥
અર્થ –ઉપર કહ્યું તે દેવદ્રવ્યને વિનાશ કરવાથી, મુનિને ઘાત કરવાથી, જેન શાસનને-પ્રવચનને ઉડ્ડાહ (અપકીર્તિ) કરવાથી અને સાદવીના ચતુર્થ વ્રતને (બ્રહ્મચર્યન) ભંગ કરવાથી તે જીવને સમકિતના લાભ (રૂપ વૃક્ષ)ના મૂળમાં અંગારે મૂકાય છે. (૧૦)