________________
२४ એક મિથ્યાત્વ છતે બીજુ સવ નિરર્થક છે. कटुं करेमि अप्पं, दमेसि अत्थं चएसि धम्मत्थं । इकं न चएसि मिच्छत्त-विसलवं जेण बुड्डिहिसि । ६६॥
અર્થ:- હે જીવ તું કાયાથી કષ્ટ કરે છે, આત્માને (મનને) દમે છે અને ધર્મને અર્થે દ્રવ્યને પણ ખચે છે, છતાં ઝેરના બિંદુ જેવા એક મિથ્યાત્વને તજ નથી તેથી સંસાર સમુદ્રમાં ડૂબીશ. (૬૬)
યતનાની પ્રાધાન્યતા. जयणा य धम्मजणणी, जयणा धम्मस्स पालणी चेव । तववुडिठकरी जयणा, एगतसुहावहा जयणा ॥६७॥
અથ:- જયણાથી ધર્મ પ્રગટે છે માટે તે ધર્મની માતા છે, જયણાથી ધર્મની રક્ષા થાય છે, માટે તે ધર્મનું પાલન કરનારી છે. જયણાથી ઘમ વધે છે, માટે તે તપની વૃદ્ધિ કરનારી છે અને એકાંત સુખને આપનારી પણ જયણું છે. અર્થાત્ જયણાથી બધાં સુખે પ્રગટે છે. (૬૭)
કષાયની દુષ્ટતા. जं अन्जिअं चरितं, देसूणाए वि पुचकोर्ड ए । तं पि हु कसायमित्तो, हारेइ नरो मुहुत्तेणं ॥६८॥
અર્થ - દેશે ઉણા પૂર્વ ક્રિોડ વર્ષો સુધી પણ કટે કરીને જે ચારિત્ર ગુણ ઉપાર્જન કર્યો હોય, તેને માત્ર એક મુહૂર્તમાં કષાયને વશ થયેલે મનુષ્ય એક સાથે હારી જાય છે. (૬૮)