________________
૨૩ બીજા દૃષ્ટાંતથી એ વાત સમજાવે છે. पक्कणकुले वसंतो, सउणीपारोवि गरहिओ होई । इय दंसणा सुविहिआ, मज्झि वसंता कुसीलाणं ॥६३।।
અથ - ચંડાળના કુળને વિષે વસનારે શકુનીપારક (સ્નાન, સંધ્યા, પૂજા, હેમ, જાપ અને તર્પણ એ ષટકર્મને જાણકાર બ્રાહ્મણ) પણ નિંદાનું પાત્ર થાય છે. એ દષ્ટાંતથી સુવિહિત સદાચારી મુનિ પણ કુશીલિયાની ભેગા રહેવાથી નિંદા પામે છે. (૬૩)
ઉત્તમની સંગતિથી થતો લાભ. उत्तमजणसंसग्गी, सीलदरिदपि कुणई सीलड्ढं । जह मेरुगिरिविलग्गं, तणपि कणगत्तणमुवेई ॥६४॥
અર્થ - જેમ મેરૂપર્વત ઉપર ઊગેલું તૃણ પણ સુવર્ણપણાને પામે છે, તેમ ઉત્તમ જનની સંગતિ સદાચાર રહિત પુરુષને પણ સદાચારી બનાવે છે. (૬૪) કુસંસર્ગથી મિથ્યાત્વી બનવાને સંભવ જણાવીને
- મિથ્યાત્વ કેવું દુષ્ટ છે તે કહે છે. नवि तं करेइ अग्गी, नेव विसं नेव किड्सप्पो अ। जं कुणइ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं ॥६५।।
અર્થ: – તીવ્ર મિથ્યાત્વ, જીવને જેટલું મહાન દેષ (દુઃખી કરે છે, તેટલે દેષ (દુઃખ) અગ્નિ, વિષ અને કાળો સર્પ પણ કરતો નથી. (૬૫)