________________
૧૮
વળી જે ગચ્છમાં સાધુએ સાધ્વીએ લાવેલાં (વહેારેલાં) વસ્ત્ર, પાત્રાદ્ધિ ઉપકરણા વાપરે છે, હે ગૌતમ ! તે ગચ્છ કેવા ? અર્થાત તેને ગચ્છ કહેવાય જ નહિ, (૪૭)
તથા જે ગચ્છમાં ગચ્છાધિપતિ તરફથી, કરણીય કરવાનું ભૂલી જનારને સ્મૃતિ (યાદ) આપવા રૂપ સારણા, અકરણીય કરતા હોય તેને નિષેધ કરવારૂપ વારણા, કરવા ચેાગ્ય સંચમના ચેાગોમાં પ્રેરણા આપવારૂપ ચાયણા, અને વારંવાર પ્રેરણા કરવારૂપ પચિાયા કરવામાં આવતી નથી, તે ગચ્છને ( ગચ્છનું કાય કરતા નહિ હોવાથી) અગચ્છ સમજી સંયમના અર્થી સાધુએ છેાડી દેવા જોઇએ. અન્ય સારા ગચ્છને આશ્રય લેવા જોઇએ. (૪૮) ગચ્છવાસની ઉપેક્ષા કરવાનુ અને પાળવાનું ફળ. गच्छं तु उवेहंतो, कुव्व दीहं भवे विहीए उ । पालतो पुण सिज्झइ, तहअभवे भगवई सिद्धं ॥ ४९ ॥
અર્થ - ગચ્છવાસની ઉપેક્ષા કરનારા ( એકલ વિહારી ) સંસારને વધારે છે, અને શાસ્ત્રમાં જણાવેલા વિધિ પ્રમાણે ( જે અન્ય ગચ્છને સ્વીકારીને પણ ગચ્છવાસનું) પાલન કરે તે ત્રીજે ભવે સિદ્ધિને પામે છે, એમ શ્રી ભગવતીસૂત્રમાં સિદ્ધ કર્યુ* છે (૪૯)
ગચ્છ કાને કહેવાય ?
जत्थ हिरन्नसुवनं, हत्थेण पराणगं पिनो छिप्पे । જાળસમપિ(હિ) િટુ, ગોયમ ! વચ્છે તય મળિો ના