________________
૧૨
શ્રાવકના એકવીસ ગુણે. धम्मरयणस्स जुग्गो, अखुद्दो रूववं पगइसोमो । लोगप्पिओ अकूरो, भीरू असढो सुदक्खिनो ॥ ३१ ॥ लज्जालुओ दयालू , मज्झत्थो सोमदिट्ठी गुणरागी। सकह सुपरखजुत्तो, सुदीहदंसी विसेसन्नू ॥३२॥ ગુઠ્ઠાણુ ઉજળિો, જયનુ ઘહિ (શીરી ચા तह चेव लद्धलक्खो, इगवीसगुणो हवइ सड्ढो ॥३३॥
અર્થ –ધર્મરનને મેળવવાની ચેગ્યતાવાળે શ્રાવક એકવીશ ગુણે કરીને યુક્ત હય, તે એકવીશ ગુણે આ પ્રમાણે-અશુદ્ર(ગંભીર) ૧, રૂપવંત (ઇન્દ્રિયે અને અવયથી પરિપૂર્ણ સુંદર શરીરવાળો) ૨, પ્રકૃતિએ સૌમ્ય ૩, લોકપ્રિય ૪, અકુર પ, પાપભીરુ ૬, અશક (સરળ) ૭, સુદાક્ષિણ્યવાન ૮, ખરાબ કામમાં લજજાળુ ૯, દયાળુ ૧૦, મધ્યસ્થ સૌમ્યદષ્ટિ (ગુણ-અવગુણમાં કે શત્રુમિત્રમાં મધ્યસ્થ એવી સૌમ્યદષ્ટિવાળે).૧૧, ગુણરાગી ૧૨, સત્કથક (ધર્મકથા વગેરે સારી વાર્તાઓ કરવાના સ્વભાવવાળા) ૧૩, સુપક્ષયુક્ત (કુટુંબ-પરિજન વગેરે પક્ષ ધર્મી હોય તે) ૧૪, સુદીર્ઘદર્શી (પર્યાલચનકારી) ૧૫, વિશેષજ્ઞ (વસ્તુના ગુણદોષને-ભેદને સમજનાર) ૧૬, વૃદ્ધાનુગ (જ્ઞાનવૃદ્ધ અને સદાચારી પુરુષને અનુસરનારે) ૧૭, વિનીત ૧૮, કૃતજ્ઞ (બીજાએ કરેલા ઉપકારને નહિ ભૂલનારો) ૧૯, પરહિતાર્થકારી ૨૦, તેમજ લબ્ધલક્ષ (અન્યના ચિત્તને ઓળખનારે અથવા સાધ્ય નિશ્ચિત કર્યું હોય તે) ૨૧,