________________
અર્થ :-ચક્રવર્તીપણાની ઋદ્ધિને ત્યજી દઈને દાસપણાની અભિલાષા કેણ કરે ? અથવા રત્નને મૂકીને પથ્થરના કકડા કેણ ગ્રહણ કરે? (જે મૂખ હોય અને લાભાલાભના વિચારથી શૂન્ય હોય તે તેમ કરે, એના જેવું ચારિત્ર છોડીને ગૃહસ્થ બનવાથી થાય છે. (૧૮)
ચારિત્રનું કષ્ટ શાશ્વતું નથી. એમ દષ્ટાંતવડે સિદ્ધ કરે છે. नेरइयाणवि दुक्ख, जिज्झइ कालेण किं पुण नराण । तान चिरंतुह होई, दुक्खमिणं मा समुच्चियसु ॥१९॥
અર્થ:-(હે સાધુ 1) નારકીનાં દુખે પણ કાળે કરીને નાશ પામે છે, તે મનુષ્યપણાનાં દુખે માટે શું કહેવું? તે માટે તેને આ દુઃખ ઘણુ કાળ સુધી નહિ રહે, એમ સમજી તું ખેદ (ત્યાગ) ન કર ! (સાત્ત્વિક બન !) (૧૯) - ચારિત્ર છેડી દેવું, તે બહુ જ અનિષ્ટ છે, એમ સમજાવે છે. वरमग्गिमि पवेसो, वरं विसुद्धणकम्म(म्मु)णा मरणं । मा गहियव्ययभंगो, मा जी खलिअसीलस्स ॥२०॥
અથ –અગ્નિમાં પ્રવેશ કરવો તે શ્રેષ્ઠ છે, વિશુદ્ધકર્મ (અણસણુ) કરીને મરણ પામવું તે પણ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહણ કરેલા વ્રતને ભંગ કરો તે શ્રેષ્ઠ નથી, તેમજ શીલથી ભ્રષ્ટ થઈને જીવવું પણ શ્રેષ્ઠ નથી. (૨૦)