________________ કલ્યાણકારી આત્મહિતોપદેશ ભગવાનના શાસનમાં સાધુપણું પામીને જે સુંદર આરાધના ન થાય, આજ્ઞાને જીવનમાં સારી રીતે ન સમાવાય તે આ જીવન નિષ્ફળ જશે, મરણ બગડી જશે અને મુક્તિ દૂર થશે. ભગવાનના સાધુપણા વિના આ સંસારમાં સારામાં સારી રીતે જીવવાને બીજે કઈ માર્ગ નથી. મનુષ્ય પણ પામીને સારામાં સારૂ અને ઊંચામાં ઊંચી કેટીનું સર્વથા પાપ ૨હિત જીવન જીવવું હોય, મરણ સમાધિમય બનાવવું હોય, સદ્દગતિ સુલભ બનાવવી હોય અને મુક્તિ નજીક લાવવી હોય તે તેને અંગેની સઘળી સામગ્રી આ સાધુપણામાં છે. આવી સામગ્રી મળવા છતાં જે સાધુપણામાં તેની દરકાર ન રાખે, ગુર્વાજ્ઞા પ્રમાણે જીવન જીવવાને ઉત્સાહ ન કેળવે અને પોતાની મરજી મુજબનું સ્વત ત્ર જીવન જીવે તેના માટે તે આ સાધુ પાગુ પણ ભારે અર્ધગતિનું સાધન બની જવાનું છે. દુર્ગતિઓમાં ભટકી-ભટકીને ઘણા-ઘણાં દુઃખે ભગવ્યાં વિના છૂટકારો થવાને નથી જે આત્માએ ભગવાનની આજ્ઞાને આરાધીને જાય છે. તેના માટે વિશાળ સાગર જે આ સંસાર નાના ખાબોચીયા જે બની જાય છે. તેવા આત્માઓ માટે દુર્ગતિના દ્વાર બંધ થઈ જાય છે, સદ્દગતિ સુનિશ્ચિત થાય છે અને મુક્તિ તેમની રાહ જુએ છે. પ. પૂ. આ. ભગવંત શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા.