SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ અર્થ – જેઓ સુખદ સત્યધર્મરૂપ રત્નની સારી રીતે પરીક્ષા નથી કરી શક્તા તે પુરુષોની વિજ્ઞાનની અને કળાની કુશળતાને ધિક્કાર હે! ધિક્કાર હો ! ” जिणधम्मोऽयं जीवाणं, अपुरो कप्पपायवो । सग्गापवग्गसुक्खाणं, फलाणं दायगो इमो ॥१०॥ અથ:- આ જિનધર્મજીવોને માટે અપૂર્વકલ્પતરુ છે, સ્વર્ગ અને મુક્તિના સુખરૂપ ફલને તે આપનાર છે. ૧૦૦ धम्मो बंधु सुमित्तो य, धम्मो य परमो गुरु । मुक्खमग्गपयट्टाणं, धम्मो परमसंदणो ॥१०१॥ અર્થ- ધર્મબંધુ અને સુમિત્ર છે અને પરમગુરુ છે. મેક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયેલાઓને ધર્મ પરમ રથ સમાન છે. ૧૦૧ चउगइणंतदुहानलपलित्तभवकाणणे महाभीमे । सेवसु रे जीव तुम, जिणवयणं अमियकुंडसमं ॥१०२॥ ' અર્થ – ચતુર્ગતિ રૂપ અનંત દુખાગ્નિથી જળતા મહાભયંકર ભવનમાં અમૃતકુંડ સમાન જિનવાણીને, રે જીવ તું સેવ. ૧૦૨. विसमे भवमरुदेसे, अणंतदुहगिम्हतावसंतत्ते । जिणधम्मकप्परुक्खं, सरसु तुम जीव सिवसुहदं ॥१०३॥ અર્થ -રે જીવ, અનંતદુઃખરૂપ ગ્રીષ્મઋતુના તાપથી સંતપ્ત અને વિષમ એવા સંસારરૂપ મરૂદેશમાં શિવસુખને આપનાર જિનધર્મરૂપી કલ્પવૃક્ષને આશ્રય કર. ૧૦૩.
SR No.022239
Book TitleSomchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorSuvarnaprabhashreeji
PublisherShantichandrasuri Jain Gyanmandir
Publication Year1992
Total Pages122
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy