________________
૪
વિક્રમસેનવિજયજી મહારાજનું યોગદાન અનુમોદનીય છે. અમારી આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરીને પોતાના બહુમૂલ્ય સમયને અર્પણ કરી પૂ. વિદ્વાન પંન્યાસપ્રવર પ્રદ્યુમ્નવિજયજી ગણિવરે (હાલ આચાર્યશ્રી) પરિશ્રમ લઈ પ્રસ્તાવના આલેખિત કરીને ગ્રંથરત્નનું ગૌરવ વધાર્યું છે.
આથી તે સર્વે ગુરુભગવંતોનો અમે ઋણી છીએ અને તેમના ચરણોમાં શતશઃ વંદના કરીએ છીએ...!
મોટા ગ્રંથરત્નોને પ્રકાશન કરવામાં આર્થિક સહયોગ વિના
કાર્ય શીઘ્ર સંપન્ન થતું નથી. આ માટે શ્રી જૈનસંઘોનો બહુમૂલ્ય સહયોગ અમને પ્રાપ્ત થવાથી આ ગ્રંથ જલ્દીથી પ્રકાશિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. શ્રી સંઘોની શ્રુતભક્તિની અમે અનુમોદના કરી ધન્યવાદ આપીએ છીએ. આ રીતે સદાય શ્રુતભક્તિમાં અગ્રેસર થઈ જ્ઞાનાવરણ કર્મને શીઘ્ર દૂર કરે. શ્રી કિરીટ ગ્રાફીક્સ અમદાવાદ આદિના સહયોગ બદલ ધન્યવાદ.
-
અધ્યાત્મસાધક વાચકવર્ગ ! કદમાં નાનું છતાં બોધમાં વિરાટ એવા મહાનગ્રંથરત્નનું વાંચન પરિશીલન કરી આત્માને અધ્યાત્મરસમાં મગ્ન બનાવો જેથી સૂત્રકાર, ટીકાકાર આદિનો શ્રમ કૃતાર્થ થાય. અમારી સંસ્થાને જિનશાસનના મહાનગ્રંથરત્ન પ્રકાશીત કરવાનો સ્વર્ણિમ અવસર પ્રાપ્ત થયો. આવી રીતે શાસનદેવને અમે પ્રાર્થના કરીએ છીએ કે આ શ્રુતભક્તિ કરવાનો અમને અવસર મળે.
પ્રકાશક