________________
પ્રકાશકીય
અધ્યાત્મ રસિકો !
આપની સમક્ષ અધ્યાત્મસાર ગ્રંથ પ્રકાશન પછી અધ્યાત્મનો સાગર અને પ્રદર્શનના રહસ્યોસભર “અધ્યાત્મોપનિષ” ગ્રંથ રત્ન અતિ અલ્પ સમયમાં દ્વિતીય આવૃત્તિ પ્રસ્તુત કરતાં અમો આનંદવિભોર બની જઈએ છીએ. આ ગ્રંથ પર હજુ સુધી કોઈ ટીકા પ્રકાશિત થઈ નહોતી. સૌજન્યમૂર્તિ પંન્યાસ પ્રદ્યુમ્નવિ. મહારાજે (હાલ આચાર્ય) આ મહાન ગ્રંથ પર ટીકા બનાવવા માટે સૂચન કર્યું. પૂ. વિદ્વદર્ય કર્ણાટક કેસરી આચાર્યદેવ શ્રીમવિજય ભદ્રકરસૂરીશ્વરજી મહારાજે અનેક ગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન, ચિંતન અને મનન કરી પોતાના ગુરૂભગવંતના શુભાભિધાન “ભુવનતિલકાવ્ય” નામની સંસ્કૃતમાં નૂતન ટકાનું નિર્માણ કર્યું. પૂ. સ્વ. ગુરૂભગવંત આચાર્યદેવેશ શ્રીમદ્વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના અંત સમયમાં પૂ ટીકાકારશ્રીએ મહાનગ્રંથોઉપર બે ટીકા નિર્માણ વચન આપ્યું તેની સ્મૃતિમાં “અધ્યાત્મસાર” પછી “અધ્યાત્મોપનિષ” ગ્રંથની બીજી ટીકા પ્રકાશિત કરી રહ્યા છીએ.
આ ગ્રંથરત્નના પ્રકાશનમાં પૂ. આચાર્યદેવશ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા. તેમજ પૂ. ગણિવર શ્રી