________________
९
વળી અધ્યાત્મમાર્ગ તરફથી ગતિમાં યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજનો સંપર્ક પણ કારણભૂત છે.
અને આ રીતે તેઓશ્રી અધ્યાત્મના માર્ગે જ્ઞાનયોગી બન્યા. શ્રી જિનશાસનમાં વર્તમાન શ્રીજિનશાસનમાં ખૂબજ ઉપકારક બન્યા તે આપણાં માટે ગૌરવનો વિષય છે.
અને અધ્યાત્મ વિનાનું પાંડિત્ય તો કેવળ ભાર રૂપ જ છે. પોતેજ આજ અધ્યાત્મોપનિષદ્ ગ્રંથમાં શાસ્ત્રયોગ શુદ્ધિનામના પહેલા અધિકારમાં ૭૨માં શ્લોકમાં કહે છે.
पुत्रदारादि संसारो धनिनां मूढचेतसाम् ।
पण्डितानां तुं संसारः शास्त्रमध्यात्म वर्जितम् ॥ १ ॥ ७२ ॥
આજના કાળે આ વાત ખૂબજ વિચારવા જેવી છે. વ્યાકરણ-ન્યાયસાહિત્યની વિદ્વત્તા ઘણી દેખાય છે. પણ તેમાં અધ્યાત્મનો સંસ્પર્શ નથી દેખાતો. જિનશાસનમાં તો ગમે તે જ્ઞાન કે વિદ્યાનું પર્યવસાન જો અધ્યાત્મમાં ન આવે તો તેની કશી જ કિંમત નથી અંકાતી. પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજની પ્રકાંડ-દુર્ઘર્ષ વિદ્વત્તામાં અધ્યાત્મ ભળ્યું ત્યારે જ તેઓશ્રીનું સમગ્રજ્ઞાન નિતાન્ત પ્રશંસનીય બન્યું. ગ્રન્થાન્તર્ગત વિષય દર્શન :
આ અધ્યાત્મોપનિષદ્ ગ્રંથની સંકલના અદ્ભૂત છે. શાસ્ત્રયોગ શુદ્ધિ, જ્ઞાનયોગ શુદ્ધિ, ક્રિયાયોગ શુદ્ધિ અને છેલ્લો સામ્યયોગ શુદ્ધિ આમ ચાર અધિકારો છે. ૭૭, ૬૫, ૪૪ અને ૨૩ આમ તેની શ્લોક સંખ્યા છે. શ્લોક સંખ્યાની દૃષ્ટિએ ગ્રંથ નાનો લાગે. પણ ભાવાર્થની દૃષ્ટિએ ગ્રંથ મહાન છે. કેટલાંય ગ્રંથોનું દોહન તેઓશ્રીએ આમાં આપી દીધું છે. આ ગ્રંથના કેટલાંય શ્લોકો સ્વરચિત ગ્રંથમાં પણ મળે છે. અને બાકી શ્રી હરિભદ્રસૂરિજી મહારાજના યોગદૃષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, યોગવિંશિકા, ઉપદેશપદ ગ્રંથોના પણ કેટલાંક ભાવો આમાં ગૂંથી લીધા છે. એ બધાં ગ્રંથોના સ્થળો-વિસ્તારરુચિ