________________
(૧૬) સોળમી છત્રીશી
૧૨ પ્રકારના તપમાં હંમેશા ઉદ્યમવાળા ૧૨ પ્રકારની સાધુની પ્રતિમામાં હંમેશા ઉદ્યમવાળા ૧૨ પ્રકારની ભાવનામાં હંમેશા ઉદ્યમવાળા
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૨ પ્રકારના તપ ભૈ
૬ પ્રકારનો બાહ્યતપ :- (૧) અનશન, (૨) ઊણોદરી (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયક્લેશ, (૬) સંલીનતા.
૬ પ્રકારનો અત્યંતર તપ :- (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન, (૬) કાઉસ્સગ્ગ. ૧૨ પ્રકારનો તપ પૂર્વે (પાના નં.૩-૪ ઉપર) પહેલી છત્રીશીમાં બતાવેલ છે.
છ ૧૨ પ્રકારની સાધુની પ્રતિમા ર
સંઘયણ – ધૃતિથી યુક્ત, મહાસત્ત્વશાળી, ભાવિતાત્મા, ગુરુથી અનુજ્ઞાત સાધુ આ પ્રતિમાઓ સ્વીકારે. ગચ્છમાં રહીને તેણે જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનું જ્ઞાન મેળવ્યું હોય અને ઉત્કૃષ્ટથી ન્યૂન દસ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવ્યું હોય. તેણે શરીરની ચિંતા છોડી હોય. જિનકલ્પીની જેમ તે ઉપસર્ગોને સહન કરનારો હોય. તે એષણાના અભિગ્રહ સ્વીકારનારો હોય. તેનું ભોજન અલેપકૃત હોય.
(૧)
એકમાસિકી પ્રતિમા ઃ- ગચ્છમાંથી નીકળીને આ પ્રતિમા સ્વીકારે. તેમાં ભોજનની ૧ દત્તી હોય અને પાણીની ૧ દત્તી હોય. જ્યાં સૂર્યાસ્ત થાય ત્યાંથી ૧ ડગલું પણ ન ચાલે. એક ગામમાં એક રાત રહે. જો લોકો ન જાણે તો એક ગામમાં એક કે બે રાત રહે. દુષ્ટ હાથી વગેરેના ભયથી એક ડગલું પણ અન્ય માર્ગે સરકે નહીં. આ નિયમોનું પાલન કરતો ૧ માસ સુધી વિચરે. પછી ગચ્છમાં આવે.
૧૨ પ્રકારના તપ
...93...