SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) (૩) (૧૫) પંદરમી છત્રીશી ૧૨ ઉપયોગને જાણનારા ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્ત આપવામાં હોંશિયાર ૧૪ પ્રકારના ઉપકરણને ધારણ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો. છ ૧૨ ઉપયોગ ૨ ૧૨ ઉપયોગ ૫ જ્ઞાન, ૩ અજ્ઞાન અને ૪ દર્શન. ૫ જ્ઞાન – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન. ૩ અજ્ઞાન - મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન. ૪ દર્શન - ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. ૫ જ્ઞાન અને ૩ અજ્ઞાન = ૮ સાકારોપયોગ. દર્શન = ૪ અનાકારોપયોગ. વસ્તુનો વિશેષ બોધ તે જ્ઞાન. સમ્યગ્દષ્ટિના વિશેષ બોધને જ્ઞાન કહેવાય છે. = મિથ્યાટષ્ટિના વિશેષ બોધને અજ્ઞાન કહેવાય છે. વસ્તુનો સામાન્ય બોધ તે દર્શન. પાંચ જ્ઞાનનું સ્વરૂપ આગળ (પાના નં.૧૨૮ થી ૧૩૨ ઉપર) બતાવાશે. ત્રણ અજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) મતિઅજ્ઞાન :- મિથ્યાદષ્ટિને પાંચ ઈન્દ્રિયો અને મનથી થતો વિશેષ બોધ તે મતિઅજ્ઞાન. ...90... શ્રુત અજ્ઞાન :- મિથ્યાદષ્ટિને શ્રુતના આલંબનથી થતો વિશેષ બોધ તે શ્રુતઅજ્ઞાન. વિભંગજ્ઞાન :- મિથ્યાષ્ટિને થતો અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો વિશેષ બોધ તે વિભંગજ્ઞાન. ચાર દર્શનનું સ્વરૂપ આ પ્રમાણે છે (૧) ચક્ષુદર્શન :- આંખથી થતો સામાન્ય બોધ તે ચક્ષુદર્શન. ૧૨ ઉપયોગ
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy