________________
(૧૦) દસમી છત્રીશી) ૧૦ પ્રકારની સામાચારીમાં લીન મનવાળા ૧૦ પ્રકારના ચિત્તસમાધિસ્થાનમાં લીન મનવાળા
૧૬ કષાયોનો ત્યાગ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૧૦ પ્રકારની સામાચારી જ (૧) ઈચ્છાકાર સામાચારી :- કોઈનું કંઈ કામ કરવું હોય અથવા કોઈ
પાસે કંઈ કામ કરાવવું હોય તો “આપની ઈચ્છા હોય તો આપનું આ કામ કરું ?” કે “આપની ઈચ્છા હોય તો મારું આ કામ કરી
આપશો ?” એમ કહેવું તે ઈચ્છાકાર સામાચારી. (૨) મિથ્યાકાર સામાચારી :- પોતાની ભૂલ થઈ હોય તો “મારું આ
દુષ્કૃત મિથ્યા થાઓ.” એમ કહેવું તે મિથ્યાકાર સામાચારી. (૩) તથાકાર સામાચારી - ગુરુજનોની વાતને “તહત્તિ' કહીને સ્વીકારવી
તે તથાકાર સામાચારી. (૪) આવશ્યક સામાચારી :- આવશ્યક કાર્ય માટે વસતિની બહાર જવું
હોય ત્યારે ૩ વાર આવસ્સહી કહીને જવું તે આવશ્યક સામાચારી. (૫) મૈષેલિકી સામાચારી :- વસતિમાં પ્રવેશતાં અન્ય કાર્યોના નિષેધને
સૂચવતી ૩ વાર નિસિહી કહીને પ્રવેશવું તે નેપેધિકી સામાચારી. આપૃચ્છા સામાચારી :- કોઈ કાર્ય કરતાં પહેલા ગુરુજનને પૂછવું
તે આપૃચ્છા સામાચારી. (૭) પ્રતિપૃચ્છા સામાચારી :- પૂર્વે ગુરુએ નિષેધ કરેલ કાર્ય કારણસર
કરવાની ઈચ્છા થાય ત્યારે ફરી ગુરુને પૂછવું તે પ્રતિપૃચ્છા સામાચારી, અથવા પૂર્વે ગુરુએ ફરમાવેલ કાર્યને કરતી વખતે ફરી ગુરુને પૂછવું
તે પ્રતિપૃચ્છા સામાચારી. (૮) છંદના સામાચારી :- પોતે લાવેલા દ્રવ્યનો લાભ આપવા બીજા
સાધુઓને નિમંત્રણ કરવું તે છંદના સામાચારી. ૫૪..
૧૦ પ્રકારની સામાચારી