________________
(૯) નવમી છત્રીશી
૧૦ પ્રકારના અસંવરથી રહિત ૧૦ પ્રકારના સંક્લેશથી રહિત ૧૦ પ્રકારના ઉપઘાતથી રહિત ૬ પ્રકારના હાસ્ય વગેરેથી રહિત
કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૧૦ પ્રકારના અસંવ૨ ૯
(૧-૫) ૫ ઈન્દ્રિયોનો અસંવર :- ઈષ્ટ-અનિષ્ટ શબ્દાદિ વિષયોમાં થતાં રાગ-દ્વેષને ન રોકવા તે.
(૬-૮) ૩ યોગોનો અસંવર :- મન, વચન, કાયાની અકુશલપ્રવૃત્તિને ન રોકવી તે.
(૯) ઔક્ષિક ઉપધિનો અસંવર :- શાસ્ત્રમાં કહેલા સંખ્યાથી અને પ્રમાણથી વિપરીત કે અકલ્પ્ય વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણોને ગ્રહણ કરવા, અથવા જ્યાં ત્યાં વેરવિખેર પડેલા વસ્ત્ર-પાત્રાદિને યથાસ્થાને ન મૂકવા તે.
(૧૦) ઔપગ્રહિક ઉપધિનો અસંવર :- સોય, નખરદની (નેલકટર), અસ્ત્રો વગેરે શરીરનો ઉપઘાત કરે તેવી અણીવાળી વસ્તુઓ અને બીજી ઔપગ્રહિક ઉપધિને સુરક્ષિત ન રાખવી તે.
∞ ૧૦ પ્રકારના સંક્લેશ ર
(૧) ઉપધિસંક્લેશ ઃ- સારી કે ખરાબ ઉપધિમાં રાગ-દ્વેષ થવા તે. (૨) ઉપાશ્રયસંક્લેશ ઃ- સારા કે ખરાબ ઉપાશ્રયને વિષે રાગ-દ્વેષ થવા તે. (૩) કષાયસંક્લેશ : - ક્રોધાદિ કષાયોને વશ થવું તે.
ઃ
:
(૪) આહારસંક્લેશ :- આહારાદિમાં રાગ-દ્વેષ થવા તે. (૫) મનસંક્લેશ મનથી રાગ-દ્વેષ થવા તે. (૬) વચનસંક્લેશ :- વચનથી રાગ-દ્વેષ થવા તે. (૭) કાયસંક્લેશ ઃ- કાયાથી રાગ-દ્વેષ થવા તે.
...૧૨...
૧૦ પ્રકારના અસંવર, ૧૦ પ્રકારના સંક્લેશ