________________
આગમમાં આદર રાખવો, આગમનું લેખન વગેરે કાર્ય કરવું બીજો મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થાય છે.
-
આ યોગના
(૨) તારાદષ્ટિ :- તારાદષ્ટિવાળાનો બોધ છાણના અગ્નિ જેવો હોય છે. છાણનો અગ્નિ થોડો સ્થિર હોય છે અને ક્રમશઃ વધે છે. આ સૃષ્ટિમાં શૌચ-સંતોષ-તપ-સ્વાધ્યાય-ઈશ્વરપ્રણિધાનરૂપ પાંચ નિયમો પ્રાપ્ત થાય છે, હિતકારી ક્રિયામાં ઉદ્વેગ થતો નથી, તત્ત્વની જિજ્ઞાસા હોય છે, યોગની કથામાં ઘણી પ્રીતિ હોય છે, શુદ્ધ યોગવાળા યોગીઓ ઉપર બહુમાન હોય છે, શક્તિ અનુસારે યોગી મહાત્માઓની આહાર વગેરે વડે ભક્તિ કરાય છે, તેનાથી યોગવૃદ્ધિના ફળને પામે છે.
(૩) બલાદષ્ટિ :- બલાદષ્ટિવાળાનો બોધ કાષ્ઠના અગ્નિ જેવો હોય છે. કાષ્ઠનો અગ્નિ એકદમ બુઝાઈ જતો નથી પણ અમુક વખત સુધી રહે છે. આ દૃષ્ટિમાં આસન નામના ત્રીજા યોગાંગની પ્રાપ્તિ થાય છે, તત્ત્વ સાંભળવાની ઈચ્છા ઉત્કૃષ્ટ હોય છે, ધર્મઅનુષ્ઠાનોમાં ક્ષેપ (વિલંબ) થતો નથી, પૌદ્ગલિક વસ્તુની આસક્તિ હોતી નથી, તેથી ધર્મકાર્યોમાં શાંતિ અને સ્થિરતાપૂર્વક સ્થિત થવાય છે.
(૪) દીપ્રાદ્યષ્ટિ :- દીપ્રાદ્યષ્ટિવાળાનો બોધ દીવાની પ્રભા જેવો ઘણો સમય રહેનારો હોય છે અને અવસરે સ્મૃતિ પણ પ્રાપ્ત થાય છે. આ દૃષ્ટિમાં યોગના ચોથા અંગ પ્રાણાયામની પ્રાપ્તિ થાય છે, ઉત્થાન દોષ (ચિત્તની અશાંતિ થવાથી એકાકારતાનો અભાવ) હોતો નથી, તત્ત્વશ્રવણ પ્રાપ્ત થાય છે, પ્રાણ કરતા પણ ધર્મને મહાન મનાય છે. પહેલી ચાર દષ્ટિવાળો જીવ મિથ્યાદષ્ટિ ગુણઠાણે હોય છે. (૫) સ્થિરાર્દષ્ટિ :- સ્થિરાદષ્ટિવાળાનો બોધ રત્નની પ્રભા જેવો સ્થિર હોય છે. આ દૃષ્ટિમાં યોગના પાંચમા અંગ પ્રત્યાહાર (ઈન્દ્રિયોને વિષયોથી પાછી વાળવી) ની પ્રાપ્તિ થાય છે, ભ્રમ દોષ હોતો નથી, સૂક્ષ્મબોધ પ્રાપ્ત થાય છે, ગ્રન્થિભેદ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અહીં ચોથું ગુણઠાણું હોય છે.
(૬) કાંતાઢષ્ટિ :- કાંતાદષ્ટિવાળાનો બોધ તારાની પ્રભા જેવો હોય છે. તારાની પ્રભા ઘણે દૂર સુધી જાય છે અને તેમાં મલીનતા આવતી નથી. આ દૃષ્ટિમાં યોગનું છઠ્ઠું અંગ ધારણા (કોઈ વસ્તુ ઉપર ચિત્તની
...૪૬...
૮ પ્રકારની યોગદષ્ટિઓ