________________
(૨) નિયમ :- શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ, દેવનું પ્રણિધાન - એ નિયમો છે.
(૩) આસન :- પદ્માસન વગેરે. (૪) પ્રાણાયામ ઉચ્છ્વાસ નિઃશ્વાસનો નિરોધ કરવો તે પ્રાણાયામ. ઈન્દ્રિયોને વિષયોથી પાછી ફેરવવી તે પ્રત્યાહાર.
(૫) પ્રત્યાહાર
(૬) ધારણા - કોઈક ધ્યેયમાં ચિત્તને સ્થિર બાંધવું તે ધારણા.
(૭) ધ્યાન ધ્યેયમાં એકમેકતા તે ધ્યાન.
(૮) સમાધિ ધ્યેયની સાથે સમાપત્તિ તે સમાધિ.
-
-
-
ઋ ૮ પ્રકારની મહાસિદ્ધિઓ ર
(૨) વશિતા (૩) ઈશિતા
(૧) લઘિમા - જેનાથી આંકડાના રૂ કરતા પણ હલકા થવાય તે લઘિમા. જેનાથી ક્રૂર જંતુઓ પણ વશમાં થાય તે વશિતા. જેનાથી ઈન્દ્ર કરતા પણ વધુ ઋદ્ધિ થાય તે ઈશિતા. (૪) પ્રાકામ્ય – જેનાથી પાણીમાં ભૂમિની જેમ અને ભૂમિ ઉપર પાણીની
જેમ ચલાય તે પ્રાકામ્ય.
(૫) મહિમા – જેનાથી મેરુપર્વત કરતા પણ મોટું શરીર બનાવી શકાય તે મહિમા.
-
—
(૬) અણિમા - જેનાથી સોયના છિદ્રમાંથી પસાર થઈ શકે એવું નાનું શરીર બનાવી શકાય તે અણિમા.
(૭) યત્રકામાવસાયિત્વ જેનાથી ઈચ્છા મુજબ ગમન કરી શકાય તે
યત્રકામાવસાયિત્વ.
—
(૮) પ્રાપ્તિ – જેનાથી ભૂમિ ઉપર રહેલ વ્યક્તિ સૂર્ય વગેરેને સ્પર્શી શકે તે પ્રાપ્તિ. છ ૮ પ્રકારની યોગદષ્ટિઓ ર
(૧) મિત્રાદ્યષ્ટિ :- મિત્રાદષ્ટિવાળાનો બોધ ઘાસના અગ્નિ જેવો હોય છે. ઘાસનો અગ્નિ મંદ પ્રકાશ આપે છે અને થોડીવારમાં બુઝાઈ જાય છે. આ દૃષ્ટિમાં પાંચ યમ સ્વરૂપ વ્રતની પ્રાપ્તિ થાય છે, શુભકાર્યમાં ખેદ થતો નથી, બીજા અશુભ પ્રત્યે દ્વેષ પેદા થતો નથી, યોગના બીજની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યથી નિયમ પાળવા, સાધુભગવંતને ઔષધ વગેરેનું દાન કરવું,
૮ પ્રકારની મહાસિદ્ધિઓ
...૪૫...