________________
(ii) (૧) દ્રવ્ય (૨) ગુણ (૩) કર્મ (૪) સામાન્ય (૫) વિશેષ (૬) સમવાય આ ૬ પદાર્થો એ તત્ત્વ છે.
(iii) પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ છે.
(iv) નિત્ય-અનિત્ય એકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (v) આત્માનું શ્રવણ-મનન-નિદિધ્યાસન-સાક્ષાત્કાર એ મોક્ષમાર્ગ છે. (vi) બુદ્ધિ-સુખ-દુઃખ-ઈચ્છા-દ્વેષ-પ્રયત્ન-ધર્મ-અધર્મ-સંસ્કારરૂપ વિશેષગુણોનો અત્યંત નાશ થવો એ મોક્ષ છે. ઈત્યાદિ માન્યતાઓવાળું વૈશેષિકદર્શન છે.
નવ
(૬) સાંખ્યદર્શન :
-
(i) ઈશ્વર કે કપિલ એ દેવ છે.
(ii) આત્મા, પ્રકૃતિ, મહાન્, અહંકાર, ૫ તન્માત્ર (ગંધ-રૂપ-રસસ્પર્શ-શબ્દ), ૫ ભૂત (પૃથ્વી-જલ-તેજ-વાયુ-આકાશ), ૬ બુદ્ધીન્દ્રિય (ઘ્રાણેન્દ્રિય-રસનેન્દ્રિય-ચક્ષુરિન્દ્રિય-સ્પર્શનેન્દ્રિયશ્રોત્રેન્દ્રિય-મન), ૫ કર્મેન્દ્રિય (પાયુ (ગુદા), ઉપસ્થ (ગુહ્યેન્દ્રિય), વચન, હાથ, પગ) આ ૨૫ તત્ત્વો છે.
-
-
૬ પ્રકારના તર્કો
(iii) પ્રત્યક્ષ, અનુમાન, આગમ એ ત્રણ પ્રમાણ છે. (iv) નિત્યએકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (v) ૨૫ તત્ત્વોનું જ્ઞાન થવું તે મોક્ષમાર્ગ છે.
(vi) પ્રકૃતિ અને પુરુષના ભેદના દર્શનથી પ્રકૃતિની નિવૃત્તિ થવા પર પુરુષનું સ્વરૂપમાં રહેવું તે મોક્ષ છે.
ઈત્યાદિ માન્યતાઓવાળું સાંખ્યદર્શન છે.
કેટલાક નૈયાયિકદર્શન અને વૈશેષિકદર્શનનું ભેગું એક જ શૈવદર્શન માને છે. તેમના મતે છટ્યું નાસ્તિકદર્શન છે. (૭) નાસ્તિકદર્શન :
(i) સર્વજ્ઞ નથી, અધર્મ નથી, ધર્મ નથી, જીવ નથી, પરલોક નથી, મોક્ષ નથી.
...૨૫...