________________
(ii) નિત્ય વગેરે એકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (iv) વેદમાં કહેલ અનુષ્ઠાન એ મોક્ષમાર્ગ છે.
(૪) નિત્ય અને નિરતિશય સુખનો પ્રાદુર્ભાવ એ મોક્ષ છે. ઈત્યાદિ માન્યતાઓવાળું મીમાંસકદર્શન છે.
(૩) બૌદ્ધદર્શન :
(i) બુદ્ધ દેવતા છે.
(ii) દુઃખ-આયતન-સમુદય-માર્ગ રૂપ આર્યસત્ય નામના ચાર તત્ત્વો છે. (iii) પ્રત્યક્ષ અને અનુમાન એ બે પ્રમાણ છે.
(iv) ક્ષણિક એકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (v) જેમ દીવો બુઝાઈ જાય તેમ સર્વક્ષણિકત્વ અને સર્વનૈરાત્મ્યની વાસના વડે ક્લેશના સમુદાયનો છેદ કરવો અને જ્ઞાનસંતાનનો ઉચ્છેદ કરવો તે મોક્ષ છે.
...૨૪...
ઈત્યાદિ માન્યતાઓવાળું બૌદ્ધદર્શન છે.
(૪) નૈયાયિકદર્શન :
(i) ઈશ્વર દેવતા છે.
(ii) (૧) પ્રમાણ (૨) પ્રમેય (૩) સંશય (૪) પ્રયોજન (૫) દૃષ્ટાંત (૬) સિદ્ધાંત (૭) અવયવ (૮) તર્ક (૯) નિર્ણય (૧૦) વાદ (૧૧) જલ્પ (૧૨) વિતંડા (૧૩) હેત્વાભાસ (૧૪) છલ (૧૫) જાતિ (૧૬) નિગ્રહસ્થાન - આ ૧૬ તત્ત્વો છે. આ (ii) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, આગમ આ ચાર પ્રમાણ છે. (iv) નિત્ય-અનિત્ય એકાંતવાદથી વસ્તુના સ્વરૂપનો નિર્ણય થાય છે. (v) આત્મા વગેરે પ્રમેયોનું તત્ત્વજ્ઞાન એ મોક્ષમાર્ગ છે. (vi) ૬ ઈન્દ્રિયો, ૬ વિષયો, ૬ બુદ્ધિઓ, સુખ, દુઃખ અને શરીરઆ ૨૧ ભેદવાળા દુઃખનો અત્યંત છેદ થવો એ મોક્ષ છે. ઈત્યાદિ માન્યતાઓવાળું નૈયાયિકદર્શન છે.
(૫) વૈશેષિકદર્શન :
(i) ઈશ્વર દેવતા છે.
-
૬ પ્રકારના તર્કો