________________
((3) ત્રીજી છત્રીશી) ૫ ઈન્દ્રિયોના ત્યાગમાં યત્નવાળા ૫ વિષયોના ત્યાગમાં યત્નવાળા ૫ પ્રમાદોના ત્યાગમાં યત્નવાળા ૫ આસ્રવોના ત્યાગમાં યત્નવાળા પ નિદ્રાના ત્યાગમાં યત્નવાળા ૫ કુભાવનાના ત્યાગમાં યત્નવાળા
૬ કાયની રક્ષામાં યત્નવાળા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૫ ઈન્દ્રિયો જ ઈન્દ્રિયો - તે ૫ છે. તે આ પ્રમાણે – શ્રોત્રેન્દ્રિય (કાન), ચક્ષુરિન્દ્રિય (આંખ), ધ્રાણેન્દ્રિય (નાક), રસનેન્દ્રિય (જીભ), સ્પર્શનેન્દ્રિય (ચામડી).
આ દરેકના ર-ર પ્રકાર છે. તે આ પ્રમાણે -
(૧) દ્રવ્યેન્દ્રિય અને (૨) ભાવેન્દ્રિય (૧) દ્રવ્યેન્દ્રિય :- તેના ૨ પ્રકાર છે. તે આ પ્રમાણે -
4) નિવૃત્તિઈન્દ્રિય અને (i) ઉપકરણઈન્દ્રિય (I) નિવૃત્તિ ઈન્દ્રિય - નિવૃત્તિ એટલે ઈન્દ્રિયોનો આકાર. તેના ર પ્રકાર છે. તે આ પ્રમાણે :- (a) બાહ્ય નિવૃત્તિ અને
(b) અત્યંતર નિવૃત્તિ. (a) બાહ્યનિવૃત્તિઈન્દ્રિય - ઈન્દ્રિયોનો બાહ્ય આકાર તે બાહ્યનિવૃત્તિઈન્દ્રિય. તે બધા જીવોની ભિન્ન ભિન્ન હોય છે. (b) અત્યંતરનિવૃત્તિઈન્દ્રિય :- ઈન્દ્રિયોનો અંદરનો આકાર તે અત્યંતરનિવૃત્તિઈન્દ્રિય. તે બધા જીવોની સરખી હોય છે. તે આ પ્રમાણે –
•..૧૪...
૫ ઈન્દ્રિયો