________________
બોલવા, અકારણે ન બોલવું તે ભાષાસમિતિ. (૩) એષણાસમિતિ:- ૪ર દોષોથી રહિત ગોચરી લાવવી અને પ દોષોથી
રહિત તે વાપરવી તે એષણાસમિતિ. (૪) આદાનનિક્ષેપણાસમિતિ - વસ્તુ લેતાં-મૂકતાં આંખથી જોવું અને
પ્રમાર્જવું તે આદાનનિક્ષેપણાસમિતિ. (૫) પારિષ્ઠાપનિકાસમિતિ:- અંડિલ, માત્રુ, થુંક, બળખો, શ્લેષ્મ, મેલ,
અશુદ્ધ આહાર-પાણી, નિરુપયોગી વસ્ત્ર વગેરેને જંતુરહિત ભૂમિ પર વિધિપૂર્વક પરઠવવા તે પારિષ્ઠાપનિકાસમિતિ.
જી ૫ પ્રકારનો સ્વાધ્યાય જ (૧) વાચના:- પલાઠી-ટેકો-પગ પસારવા-વિકથા-હાસ્ય – આ બધાનો
ત્યાગ કરીને ભણવું-ભણાવવું તે વાચના. (૨) પૃચ્છના :- શંકા પડે તો આસન-શય્યાનો ત્યાગ કરી, ગુરુ પાસે
આવી, ઉભડક પગે બેસી, હાથ જોડી પૂછવું તે પૃચ્છના. (૩) પરાવર્તન :- ઈરિયાવહી કરીને પ્રસન્ન ચિત્તે, મુહપત્તિના ઉપયોગપૂર્વક,
દોષરહિત અને પદોના છેદપૂર્વક સૂત્રોનો પાઠ કરવો તે પરાવર્તના. (૪) અનુપ્રેક્ષા - પૂર્વે જિનપ્રવચનના તત્ત્વોને સમજાવવામાં કુશળ એવા ગુરુ
પાસેથી તત્ત્વો સમજીને એકાગ્ર ચિત્તે સારા વિચારોનું ચિંતન કરવું તે
અનુપ્રેક્ષા. (૫) ધર્મકથા - ગુરુકૃપાથી સારી રીતે જાણેલા ધર્મનો સ્વ-પરના ઉપકાર માટે યોગ્ય જીવોને શુદ્ધ ઉપદેશ આપવો તે ધર્મસ્થા.
જી ૧ પ્રકારનો સંવેગ સિ શ્રદ્ધાથી સમૃદ્ધ મનવાળા જીવોનો સઆગમઅભ્યાસ, સક્રિયાઆચરણ વગેરેમાં આલાદ તે સંવેગ. જેમ જેમ નવા નવા શ્રુતનું અવગાહન થાય તેમ તેમ નવા નવા સંવેગ અને શ્રદ્ધાથી મુનિ ભીનો થાય. સંવેગ વિના તપ, ચારિત્ર, શ્રત, બાહ્ય અનુષ્ઠાન વગેરે નિરર્થક છે. એક વરસમાં એક વાર પણ જેના હૃદયમાં સંવેગ ન ઊછળે તેને દૂરભવ્ય કે અભવ્ય સમજવો.
*
*
*
*
૫ પ્રકારનો સ્વાધ્યાય, ૧ પ્રકારનો સંવેગ
૧૩..