________________
((૧) પહેલી છત્રીશી) ૪ પ્રકારની દેશના સ્વયં કરવામાં, બીજાને ૪ પ્રકારની કથા
કરાવવામાં અને તેનો ૪ પ્રકારનો ધર્મ
ઉપદેશ આપવામાં ૪ પ્રકારની ભાવના
કુશળ બુદ્ધિવાળા ૪ પ્રકારના સ્મારણા વગેરે ૪ પ્રકારના આર્તધ્યાનને જાણનારા ૪ પ્રકારના રૌદ્રધ્યાનને જાણનારા ૪ પ્રકારના ઘર્મધ્યાનને જાણનારા
૪ પ્રકારના શુક્લધ્યાનને જાણનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો
જી ૪ પ્રકારની દેશના જ (૧) આક્ષેપિણીઃ - જે દેશના વડે આચાર, વ્યવહાર, હેતુ, દષ્ટાંત, દૃષ્ટિવાદ
વગેરે કહીને જીવોને જૈનધર્મ તરફ આકર્ષિત કરાય છે તે આક્ષેપિણી
દેશના. (૨) વિક્ષેપિણી :- જે દેશનામાં પરમતને જાણનારા પરમતના વચનો વડે
જીવોને પરમતથી દૂર કરે છે તે વિક્ષેપિણી દેશના. સંવેજની :- જે દેશનામાં ઉપશમ, વિવેક, સંવર, સમતા, સંતોષથી થતાં સુખનું વર્ણન કરાય છે તે સંવેજની દેશના. સંવેગ એટલે મોક્ષની અભિલાષા, સંવેજની દેશના વડે મોક્ષની અભિલાષા ઉત્પન્ન કરાય છે. નિર્વેદની:- જે દેશનામાં જરા, મરણ, રોગ, શોક વગેરેથી અતિભયંકર એવું સંસારનું સ્વરૂપ વર્ણવાય છે તે નિર્વેદની દેશના. નિર્વેદ એટલે સંસારનો કંટાળો. નિર્વેદની દેશના વડે સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન કરાય છે.
જી ૪ પ્રકારની કથા જ (૧) અર્થકથા - ધનને પ્રાપ્ત કરવાના ઉપાયો (વ્યવસાયો)ને કહેનારી કથા
......
૪ પ્રકારની દેશના, ૪ પ્રકારની કથા