________________
શ્રીરત્નશેખરસૂરિષ્કૃત
શ્રીગુરુગુણર્ષાભ્રંશત્રિંશિકાકુલક સ્વૌપજ્ઞ વિવૃતિ યુક્ત
પદાર્થસંગ્રહ
શ્રીગુરુગુણષત્રિંશષત્રિંશિકાકુલક શ્રીરત્નશેખરસૂરિજીએ રચેલ છે. તેની ઉપર તેમણે વિવૃતિ પણ રચેલ છે. આ બન્નેના આધારે આ પદાર્થોનું સંકલન કર્યું છે.
આ ગ્રંથમાં ગુરુના ગુણોની ૩૬ છત્રીશીઓનું વર્ણન છે. પ્રશ્ન :- આ રીતે ગુરુના ગુણોનું કીર્તન શા માટે કરાય છે ? જવાબ :- આ પાંચમા આરામાં અજ્ઞાનઅંધકારથી સન્માર્ગ ઢંકાઈ ગયો છે. તેથી સન્માર્ગ બતાવવા ગુણવાન ગુરુ તેજસ્વી દીપક સમાન છે. તેથી તે ગુરુ ઘણા ગૌરવને યોગ્ય છે. ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિમાં કહ્યું છે કે, ‘ગુરુના ઉપકારનો બદલો વાળવો આ ભવમાં અને પરભવમાં મુશ્કેલ છે. આ શાસ્ત્રોનું જ્ઞાન ગુરુને આધીન છે. માટે હિતની ઈચ્છાવાળાએ ગુરુની આરાધનામાં તત્પર થવું.' આમ ગુરુ ગૌરવપાત્ર છે. માટે આ રીતે તેમના ગુણોનું કીર્તન કરાય છે.
ગુરુના ગુણોનું કીર્તન શા માટે ?
......