________________
(iii) સ્વપરઅનુકૂલક્ષેત્રપરિજ્ઞાન :- પોતાને કે પ્રતિવાદીને અનુકૂળ
ક્ષેત્રને જાણવું.
(iv) સ્વપરઅનુકૂલરાજાદિવસ્તુવિજ્ઞાન અનુકૂળ રાજા વગેરેને જાણવા.
(૮) સંગ્રહપરિક્ષાસંપદા :
(i) ગણયોગ્યઉપસંગ્રહસંપદા :- ગણના વિહારને યોગ્ય ક્ષેત્ર વગેરેની તપાસ કરવી.
(ii) સંસક્તસંપદા :- ભદ્રક વગેરે ગૃહસ્થોને ઉપદેશ આપી ગણની ચિંતામાં સ્થિર કરવા.
(iii) સ્વાધ્યાયસંપદા :- સ્વાધ્યાયના અંગરૂપ પુસ્તક વગેરેને એકઠા
કરવા.
:- પોતાને કે પ્રતિવાદીને
(iv) શિક્ષોપસંગ્રહસંપદા :- તપ વગેરેમાં શૈક્ષક વગેરેને યોગ્ય કૃત્યોને જાણવા.
છ ૪ પ્રકારનો વિનય ર
આચારવિનય :- સંયમ, તપ, ગણ, પ્રતિમા, વિહાર વગેરે સામાચારીને પોતે આચરવી અને બીજા પાસે આચરાવવી તે.
(૧)
(૩)
(૨) શ્રુતવિનય :- સૂત્ર, અર્થ, ઉભય અને ભાવરહસ્યોને ગ્રહણ કરવા, બીજાને આપવા, બીજાને પ્રેરણા કરવી, બીજાની અનુમોદના કરવી તે. વિક્ષેપવિનય :- મિથ્યાત્વથી, ગૃહસ્થપણાથી કે પ્રમાદથી દૂર કરીને તેનાથી ચઢિયાતાં ભાવોમાં જીવોને સ્થાપવા તે. તદ્દોષપ્રતિઘાતવિનય :- વિષય-કષાય વગેરે દોષોનો નાશ કરવો તે.
(૪)
* *
જો કે આચાર્ય(ગુરુ)ના ગુણોનું કીર્તન કરવા ઈન્દ્ર પણ સમર્થ નથી. છતાં પણ શ્રુતસમુદ્રમાંથી આ કુલકમાં આચાર્ય(ગુરુ)ના ગુણોના સંગ્રહરૂપ છત્રીશ છત્રીશીઓ કહી છે.
આમ આ ગ્રંથમાં ગુરુના ૩૬ ૪ ૩૬ ૧,૨૯૬ ગુણો બતાવ્યા છે. ॥ શ્રીગુરુગુણષત્રિંશષત્રિંશિકાકુલકનો પદાર્થસંગ્રહ સમાપ્ત ૫
૪ પ્રકારનો વિનય
=
*
...૧૪૭...