________________
(iv) તપઃપરિહાદેઃ સહિષ્ણુતા :- તપ, પરીષહ વગેરેને સહન કરવા સમર્થ હોવું.
(૪) વચનસંપદા : - તેના ચાર પ્રકાર છે
(i) અનાહતપ્રતિભાત્વમ્ :- પ્રતિભાની સ્ખલના ન થવી, વચન આઠેય (સર્વમાન્ય) હોવું. (ii) મધુરવાક્યતા – સાંભળનારના મનને પ્રીતિ થાય તેવા મધુર :વચનો બોલવા.
-
(iii) નિર્વિકારવચનતા :- વિકારરહિત અકલુષિત વચનો બોલવા. (iv) સ્ફુટવચનતા :- સ્પષ્ટ વચનો (બધા લોકો સુખેથી સમજી શકે તેવા વચનો) બોલવા.
(૫) વાચનાસંપદા ઃ- તેના ચાર પ્રકાર છે
(i) યોગ્યાયોગ્યપાત્રજ્ઞતા :- યોગ્ય-અયોગ્ય પાત્રને જાણે. (II) પરિણતેઽપરસૂત્રાર્થદાન :- પૂર્વેના સૂત્ર-અર્થ પરિણત થયે છતે બીજા સૂત્ર-અર્થ આપવા.
(i) નિર્યાપણ :- સૂત્ર પ્રત્યે શિષ્યોનો ઉત્સાહ વધારીને જલ્દીથી ગ્રન્થ પૂરો કરાવે, અધૂરો ન મૂકે.
(iv) નિર્વાહિત્વમ્ :- પૂર્વાપર સંગત થાય તે રીતે સૂત્રોના અર્થોને
સમજાવવા.
(૬) મતિસંપદા : - તેના ચાર પ્રકાર છે
-
-
...૧૪૬...
(i) અવગ્રહ :- તે તે ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયોનો અવ્યક્ત બોધ. (ii) ઈહા :- વિચારણા.
(iii) અપાય :- નિશ્ચય.
(iv) ધારણા :- અવિસ્મરણ. અપાય દ્વારા પડેલા સંસ્કારો ધારણ કરી રાખવા.
(૭) પ્રયોગમતિ (વાદબુદ્ધિ) સંપદા :- તેના ચાર પ્રકાર છે (i) સ્વશક્તિપરિજ્ઞાન :- પોતાની શક્તિને જાણવી. (ii) પુરુષપરિજ્ઞાન :- પ્રતિવાદી પુરુષને જાણવો.
૩૨ પ્રકારની ગણીસંપદા