________________
(૧૦) વેદિકાબદ્ધ :- તે પાંચ પ્રકારે છે -
(i) બે હાથને બે ઢીંચણની ઉપર રાખવા તે. | (i) બે હાથને બે ઢીંચણની નીચે રાખવા તે. (i) બે હાથને બે સંડાસા (વાળેલા પગ)ની વચ્ચે રાખવા તે. (i) બે હાથની અંદર બે ઢીંચણ રાખવા તે. (૫) બે હાથની અંદર એક ઢીંચણ રાખવો તે. આ પાંચ રીતે વંદન કરવું તે વેદિકાબદ્ધ દોષ. ભજંત:- ગુરુ મને ભજે છે અથવા ભજશે એવી બુદ્ધિથી વંદન કરવું તે, અથવા “હે ગુરુજી ! અમે આપને વંદન કરવા ઊભા
છીએ,’ એમ કહીને વંદન કરવું તે. (૧૨) ભય :- વંદન નહીં કરું તો ગુરુ મને ગચ્છ વગેરેમાંથી બહાર
કાઢી મુકશે એવા ભયથી વંદન કરવું તે. (૧૩) ગૌરવ :- સાધુઓ જાણે કે આ સાધુ કે શ્રાવક સમાચારીમાં કુશળ
છે, એવા ગર્વથી વંદન કરવું તે. (૧૪) મૈત્રી :- “આ મારા મિત્ર છે અથવા થશે, એમ જાણીને વંદન
કરવું તે. (૧૫) કારણ :- જ્ઞાનાદિ કારણ સિવાયના “મને વસ્ત્ર આપશે” વગેરે
કારણથી વંદન કરવું તે. (૧૬) સૈન્ય :- “વંદન કરવાથી મારી લઘુતા થશે, એમ ધારી છૂપા
રહીને વંદન કરવું તે, અથવા કોઈ દેખે ન દેખે તેમ વંદન કરવું
(૧૭) પ્રત્યેનીક :- અનવસરે વંદન કરવું તે. (૧૮) રુખ :- ગુરુ ગુસ્સામાં હોય અથવા પોતે ગુસ્સામાં હોય ત્યારે વંદન
કરવું તે. (૧૯) તર્જિત :- ‘લાકડાના શંકરની જેમ આપ ખુશ પણ નથી થતાં
અને ગુસ્સે પણ નથી થતાં.” એમ તર્જના કરતાં અથવા આંગળી વગેરેથી તર્જના કરતાં વંદન કરવું તે.
વંદનના ૩ર દોષો
...૧૩૯...