SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) અલવુઃ- હલકા નહીં. (૨૨) અશીત :- ઠંડા નહીં. (૨૩) અનુષ્ણ :- ગરમ નહીં. (૨૪) અસ્નિગ્ધ :- સ્નેહવાળા નહીં. (૨૫) અવૃક્ષ :- લૂખા નહીં. (૨૬) અપુરુષ :- પુરુષ નહીં. (૨૭) અસ્ત્રી :- સ્ત્રી નહીં. (૨૮) અનપુંસક :- નપુંસક નહીં. (૨૯) અસંગ :- સંગરહિત. (૩૦) અરુહ :- જન્મરહિત. (૩૧) અકાય :- કાયારહિત. અથવા બીજી રીતે ૩૧ સિદ્ધગુણો. ૫ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ, ૯ પ્રકારનું દર્શનાવરણીય કર્મ, ર પ્રકારનું વેદનીયકર્મ, દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એમ ર પ્રકારનું મોહનીયકર્મ, ૪ પ્રકારનું આયુષ્યકર્મ, શુભનામકર્મ અને અશુભનામકર્મ એમ ૨ પ્રકારે નામકર્મ, ૨ પ્રકારનું ગોત્રકર્મ અને ૫ પ્રકારનું અંતરાયકર્મ - એમ ૩૧ પ્રકારના કર્મોનો ક્ષય થવારૂપ ૩૧ સિદ્ધગુણો છે. જી ૫ જ્ઞાાન જ (૧) આભિનિબોધિકશાન :- અર્થને અભિમુખ થતો નિયત બોધ તે આભિનિબોધિકજ્ઞાન, એટલે કે યોગ્ય દેશમાં રહેલ વસ્તુ વિષયી પાંચ ઈન્દ્રિયો અને મનથી થતું જ્ઞાન. તેને મતિજ્ઞાન પણ કહેવાય છે. તેના ૨૮ ભેદ છે. તે આ પ્રમાણે - () વ્યંજનાવગ્રહ :- ઈન્દ્રિય અને વિષયનો સંપર્ક થવો તે વ્યંજનાવગ્રહ. (I) અર્થાવગ્રહ:- વ્યંજનાવગ્રહ પછી આ કંઈક છે તેવો અવ્યક્ત બોધ તે અર્થાવગ્રહ. (આમાં શબ્દ, રૂપ વગેરેના અવાંતર ભેદનો નિર્ણય હોતો નથી.) ...૧૨૮. ૫ જ્ઞાન
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy