________________
(૪)
(૧૬) રાત્રાગુચ્ચઃ શબ્દકર :- રાત્રે (દિવસે પણ) મોટેથી અવાજ કરવો. (૧૭) કલહકર :- ઝઘડો કરવો. (૧૮) ગણભેદકારી :- ગણનો ભેદ કરવો. (૧૯) સૂર્યપ્રમાણભોજી :- સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી ભોજન કરવું. (૨૦) એષણાયામસમિત :- એષણાસમિતિનું પાલન ન કરવું.
જી ૧૦ એષણાના દોષો જ (૧) શંકિત - શુદ્ધ એવા ભોજનમાં પણ “આ અશુદ્ધ છે.” એવી શંકા
કરવી તે શકિત. (૨) પ્રતિ :- અચિત્તથી કે આગમમાં નિંદિત વસ્તુથી ખરડાયેલું તે
પ્રક્ષિત. (૩) નિશિત :- સચિત્ત પૃથ્વી વગેરે ઉપર રાખેલું તે નિશ્ચિત.
પિહિત :- સચિત્ત ફળ વગેરેથી ઢંકાયેલું તે પિહિત. સંહત :- વાસણમાં રહેલી વહેરાવવા માટે અયોગ્ય વસ્તુને અયોગ્ય એવા સચિત્ત વગેરેમાં નાખીને તે વાસણથી અપાય તે સંહત. દાયક :- તેના ઘણા પ્રકાર છે. તે આ પ્રમાણે - (i) સ્થવિર :- ૭૦ વર્ષની (મતાંતરે ૬૦ વર્ષની) ઉપરનો હોય
તે સ્થવિર. (ii) અપ્રભુ - માલિક ન હોય તે અપ્રભુ. (ii) નપુંસક :- ત્રીજા વેદવાળો હોય તે નપુંસક, () કંપતો :- ધ્રુજતાં શરીરવાળો હોય તે કંપતો. () વરિત :- તાવવાળો હોય તે જ્વરિત. (vi) અંધ :- આંખ વિનાનો હોય તે અંધ. (ii) અવ્યક્ત :- ૮ વર્ષની નીચેની વયનો હોય તે અવ્યક્ત. (vi) મત્ત :- દારૂ પીધેલ હોય તે મત્ત. (i) ઉન્મત્ત :- અભિમાની કે ગ્રહ-ભૂત વગેરેથી ઘેરાયેલ હોય
તે ઉન્મત્ત. ૧૦ એષણાના દોષો
૧૦૧,...