________________
(૬) વ્યાધિત :– ભગંદર, અતિસાર વગેરે રોગો વાળો હોય તે વ્યાધિત. સ્કેન ઃ - ચોર.
(૭)
(૮) રાજાનો અપકારી :- રાજાના ભંડાર, અંતઃપુર, શરીર, પુત્ર વગેરેનો દ્રોહ કરે તે રાજાપકારી.
(૯) ઉન્મત્ત :- ભૂત વગેરેથી ગ્રહણ કરાયેલ તે ઉન્મત્ત. (૧૦) અદર્શન :- કાણો, આંધળો કે થીણદ્ધિનિદ્રાના ઉદયવાળો. (૧૧) દાસ :- દાસ તરીકે અંકિત કરાયેલો કે દાસ થયેલો. (૧૨) દૃષ્ટ :- તે બે પ્રકારે છે. તે આ પ્રમાણે
...૯૨...
-
(i) કાયદુષ્ટ :- ઉત્કટ કષાયવાળો. સરસવની ભાજીના કદાગ્રહવાળા સાધુની જેમ.
(ii) વિષયદુષ્ટ :- પરસ્ત્રી વગેરેને વિષે ખૂબ જ આસક્ત હોય તે. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે
-
(a) સ્વપક્ષવિષયદુષ્ટ :- જૈનસ્ત્રીમાં આસક્ત. (b) પરપાવિષદુષ્ટ :- જૈનેતરસ્ત્રીમાં આસક્ત. અહીં ચતુર્થંગી છે –
(૧) સ્વપક્ષવિષયદુષ્ટ હોય, પરપક્ષવિષયદુષ્ટ ન હોય. (૨) સ્વપક્ષવિષયદુષ્ટ ન હોય, પરપક્ષવિષયદુષ્ટ હોય. (૩) સ્વપક્ષવિષયદુષ્ટ હોય, પરપક્ષવિષયદુષ્ટ હોય. (૪) સ્વપક્ષવિષયદુષ્ટ ન હોય, પરપક્ષવિષયદુષ્ટ ન હોય. બીજી રીતે વિષયદૃષ્ટના ત્રણ પ્રકાર છે - સાધ્વીમાં આસક્ત.
(a) સ્વલિંગવિષયદુષ્ટ (b) ગૃહીલિંગવિષયદુષ્ટ :- શ્રાવિકામાં આસક્ત. (c) અન્યલિંગવિષયદુષ્ટ :- અન્યસ્ત્રીમાં આસક્ત.
(૧૩) મૂઢ : – મૂર્ખ કે મોહાધીન (સ્નેહથી વસ્તુના યથાવસ્થિત જ્ઞાન વિનાનો).
(૧૪) ઋણાર્ત:- ઋણથી પીડાયેલ.
(૧૫) જુંગિત :- દૂષિત. તે ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે –
દીક્ષા માટે અયોગ્ય પુરુષના ૧૮ દોષો
: