________________
( ૮૬ ) शुओयोगैर्जवनपवनैः प्रेरितो जीवपोतः,
स्रोतस्ता भवजलनिधेर्याति निर्वाणपुर्याम् ॥५॥ અર્થ:-( gવં) એ રીતે ઉપર કહ્યા પ્રમાણે ( અમદૃ ) નિર્મળ ચિત્તવડે (બાપુ) આશ્રવ (પુ) રોકાયે સતે (માલવાવાઝોત્સિતપટપટુ ) સર્વાના વચનમાં શ્રદ્ધારૂપ શેભતા ઉજજવળ સઢવડે સુંદર અને (શુપ્રતિષ્ઠાનરાસ્ટિી) વ્રત ઘેર્યાદિ ગુણવડે મજબૂત પ્રતિષ્ઠાનવડે એટલે અભાગવડે શેભતું ( કાવત) જીવરૂપી વહાણ (સુ) શુદ્ધ એવા (ચો:) મન, વચન, કાયાના ગરૂપ (ઝવપવ ) વેગવાળા અનુકૂળ પવનડે (પ્રેરિત:) પ્રેરાયું સતું (માઢનિ.) સંસારરૂપી સમુદ્રના (સ્ત્રોત) પ્રવાહને (તત્વ) તરીને (નિર્વાપુર્યા ) મોક્ષરૂપી નગરમાં (જાતિ) જાય છે. પ.
* આખ્ત પુરુષોના વાક્ય ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ. દરેક બાબતમાં કાંઈ પોતે પ્રગ કે ચર્ચા કરી શકતો નથી. આપ્તની આપ્તતા કસોટીથી સિદ્ધ કરીને તેના વાક્યમાં શ્રદ્ધા રાખવી એ જ એને માટે માર્ગ છે. જેનામાં રાગદ્વેષ ન હોય તે જ આપ્ત છે. તેમનાં વચને શોધી તેમાં શ્રદ્ધા રાખવી. આ ખરેખરો સઢ છે. આવી રીતે જીવરૂપી વહાણ મજબૂત હોય, શ્રદ્ધારૂપ સઢ સુંદર દઢ હોય અને પવન અનુકૂળ વાય તો તે સપાટાબંધ ભવસમુદ્રને તરી જઈને નિર્વાણપુરીએ પહોંચી જાય છે. આશ્રાને રોકવાનું પરમ સાધન સંવર છે. આશ્રવના પ્રત્યેક ભેદને ક્યા માટે સંવરના દરેક ભેદ શક્તિમાન છે, માટે ઉત્તમ છે એ નિરંતર સંવરની સાધનામાં પ્રયત્ન કરે. ૫.