________________
( ૮૪ ) પ્રાણાતિપાતાદિ અવ્રતને ત્યાગ, ચાર કષાયને જય અને ત્રણ યોગની નિવૃત્તિ. મનની ચંચળતા અટકાવીને તેને સ્થિર કરવું એ બહુ મુશ્કેલ છે પણ બહુ જરૂરી છે, તેથી જ્ઞાનાદિકમાં ચિત્તને પરોવી સ્થિર કરવું. બીજી સાંસારિક ચિંતા દૂર કરવી. આપણે ચિંતા કરીએ કે ન કરીએ પણ જે નિર્માણ હોય તે જરૂર થાય છે, પરંતુ એવો તાત્વિક ભાવ રાખવે, મનને સ્થિર રાખવું, એ ખરેખર સંવરને ઉપાય છે, સિદ્ધ માર્ગ છે અને જરૂર આદરણીય છે. ૨. क्रोधं क्षान्त्या मार्दवेनाभिमानं, हन्या मायामार्जवेनोज्वलेन । लोभ वारां राशिरौद्रं निरुन्ध्याः , संतोषेण प्राशुना सेतुनेव ॥३॥
અર્થ –(ક્ષાજ્ય) ક્ષમાવડે (શોધે ) ક્રોધને તું હણ, (મારો નમ્રતાવડે (૩fમમા) અહંકારને તું હણ, (૩ત્ત્વ
) ઉજજ્વળ એવી (કાન) સરળતાવડે (માથાં) કપટને (દુચા ) તું હણ, તથા (વા શિરોરું) સમુદ્રની જેવા ભયંકર ( મ) લેભને (માંશુના) ઊંચા (હેતુને) પૂલ જેવા (વંતોન) સંતોષવડે નિઝા ) તું રોકી દે. ૩.
આવી રીતે ચારે કષાયો મહાભયંકર છે, અને તે પ્રાણીને અનેક કર્મોને બંધ કરાવી એને ભારે બનાવી મૂકે છે. તે કષા પર વિજય મેળવવાની બહુ જરૂર છે. કર્મોના બંધ વખતે એ કષાયે સ્થિતિબંધ અને રસબંધમાં ખાસ કાર્ય ભજવે છે. તેથી તેનાથી ખાસ ચેતવાની આવશ્યકતા છે. એના નિવારણ માટે સંવર ધર્મો ખરા ઉપાયભૂત છે, અમલમાં મૂકવા ગ્ય છે અને આત્મપ્રકાશમાં બહુ સુંદર કાર્ય કરનાર છે. મન-વચન-કાયાની એકાગ્રતા વગર સલ્કિયા નિરર્થક થાય છે. અહિં ઘણું બેસી રહેવાનું નથી એટલું સ્પષ્ટ જણાય તે સરળતા આવી શકે તેમ છે. ૩.