________________
(૫૫ ) માન્યતા કેટલી ખોટી ? તે તને આ ઉપરથી જણાશે. તારું શરીર જ તારું નથી. પછી આગળ તે કેટલી વાત કરવાની હોય? આનું નામ પરભાવરમણતા, પરને પોતાના માનવાની ભૂલ અને એને પરિણામે ઊભું કરેલું કલ્પનાજાળનું તોફાન. અન્યત્વ ભાવના કયાંથી શરૂ થાય છે તે અત્ર બરાબર વિચારવું. ૨. जन्मनि जन्मनि विविधपरिग्रहमुपचिनुषे च कुटुंबम् । तेषु भवन्तं परंभवगमने नौनुसरति कुशमपि सुबम् ॥ वि०॥३॥
અર્થ – હું પ્રાણી ! ( નિ ગનનિ ) દરેક ભવમાં (વિવિધvé) વિવિધ પ્રકારના પરિગ્રહને (૨) તથા (વે) કુટુંબને (૩dfજનુ9) તું વૃદ્ધિ પમાડે છે એટલે પિષણ કરે છે. (vમવારે ) પરંતુ પરભવમાં જતી વખતે (મવન્ત ) તન (તેપુ) તેઓને વિષે (રામ) નાનામાં પણ નાનું (પુર્વ) તલ માત્ર (નાનુસાર) અનુસરતું નથી. ૩.
કેઈના દીકરા થયા, કોઈના ભાઈ થયા, કેઈના પિતા થયા, કેઈના ભત્રીજા થયા, કોઈના ભાયાત થયા, કોઈના જ્ઞાતિજન થયા અને અંતે એ આખા કુટુંબને છોડી તારે એકલા જવાનું છે. એ જ રીતે શરીર પણ પર છે, ધનાદિક સર્વ પણ પર છે. તે સર્વને છોડી દે. એનો સાર એ છે કે એવી રીતે તે એકઠા કરેલ પરિગ્રડ કે કુટુંબ કઈ તારી સાથે આવતાં નથી, એ તે
જ્યાં હોય ત્યાં જ પડ્યાં રહે છે. અંતે છેડે છડી ચાલ્યા એકલા, હાર્યો જેમ જુગારી રે, એકલા, હાર્યો જેમ જુગારી રે એવી વાત થશે, માટે એક ધર્મ જ સાથે આવે તેમ છે એટલું ધ્યાનમાં રાખવું. ૩. त्यज ममतापरितापनिदानं परंपरिचयपरिणामम् । भज नि:संगतया विशंदीकृतम भवसुखरसमर्भिरामम् ॥वि०४॥