________________
(૪૭) છે, સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ આત્મધર્મમાં અનંત કાળ સુધી વિલાસ કરનાર થાય છે અને પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. એકલા આવનાર અને એકલે જનાર આત્મા કર્મના સંબંધના ભેગથી કેવો થઈ જાય છે અને એ ન હોય ત્યારે એની કેવી સુંદર દશા હોય છે–એ કે સ્વભાવ ગુણમાં લીન હોય છે તેનો ખ્યાલ કરી, એનું એકત્વ ખૂબ વિચારવાની જરૂર છે. ૬. ज्ञानदर्शनचरणपर्यवपरिवृतः परमेश्वरः । एक एवानुभवसदने से रमतामविनश्वरः ॥ विनय !०॥७॥ ' અર્થ–(શાનનવાર્યવારિવૃત ) જ્ઞાન, દર્શન અને ચારિત્રના પર્યાય એટલે ઉપગ આદિ વર્તનના પ્રકારે કરીને વ્યાપ્ત અને (વિનશ્યા:) અક્ષય એ (૪) તે (પશ્ચા :) પરમેશ્વર (રાવ) એક જ ( ગમવા ) અનુભવરૂપી મહેલને વિષે (રમત) રમણ કરે. ૭.
આવા અનંત જ્ઞાનાદિ ગુણયુક્ત પરમેશ્વરને તમારા અનુભવમંદિરમાં બરાબર સ્થાન આપો. પછી એની સાથે વાત કરે અને તેની સાથે તમારી એકતા ભાવે. યાદ રાખો કે એ પરમેશ્વર એક જ છે, એક સ્વરૂપે જ છે અને તમે પોતે એક રીતે તેનાથી જુદા નથી. તે મય થઈ શકે છે. આ અનુભવમંદિર એ કાંઈ જેવી તેવી વસ્તુ નથી. એ જ્ઞાન સ્વભાવભુવન છે. અનેક ભવના વિકાસને પરિણામે પ્રાપ્ત થયેલ આત્માની શુદ્ધ દશા છે. અને એ મહામંદિરમાં જેને તેને સ્થાન ન જ હોય, એ ખૂબ વિચારણને પરિણામે અનુભવ થાય છે. ૭. रुचिरसमतामृतरसं क्षणमुदितमास्वादय मुंदा ।
વિનાવિયાતીતાવરણતિરુત સૈ સા વિના માતા