________________
(૨૨૫) દિવાળીના દેવમાંથી સઝાય
(અલબેલાની દેશી ) દુઃખહરણી દીપાલિકા રે લોલ, પર્વ થયું જગમાંહિ ભવિ પ્રાણું રે; વીરનિર્વાણુથી સ્થાપના રે લેલ, આજ લગે ઉછાંહી. ભવિ પ્રાણી રે. ૧. સમકિતદૃષ્ટિ સાંભળે રે લોલ. ૧. એ આંકણી. સ્યાદ્વાદ ઘર ધોળીયે રે લોલ, દર્શનની કરી શુદ્ધિ ભવિ પ્રાણી રે; ચારિત્ર ચંદ્રોદય બાંધીએ રે લોલ, ટાળે રજ દુષ્કર્મબુદ્ધિ ભવિ. સમય ૨. સેવા કરો જિનરાજની રે લોલ, દિલ દેઠાં મીઠાશ ભવિ પ્રાણી રે; વિવિધ પદારથ ભાવના રે લોલ, તે પકવાનની રાશિ ભવિ. સમર ૩, ગુણીજન પદની નામના રે લોલ, તેહિજ જુહાર ભટ્ટાર ભવિ પ્રાણી રે; વિવેક રતન મેરાઇયા રે લલ, ઉચિત તે દીપ સંભાર ભવિત સમ૦૪. સુમતિ સુનિતા હેજશું રે લેલ, મન ઘરમાં કરો વાસ ભવિ પ્રાણ રે; વિરતિ સાહેલી સાથશું રે લોલ, અવિરત અલછી નિકાસ ભવિ૦ સમ૦ ૫. મૈત્ર્યાદિકની ચિતના રે લોલ, તેહ ભલે શણગાર ભવિ પ્રાણું રે; દર્શનગુણુ વાઘા બન્યા રે લોલ, પરિમળ પરઉપગાર ભવિ. સમય ૬. પૂરવસિદ્ધ કન્યાપખે રે લોલ, જાનૈયા અણગાર ભવિ પ્રાણી રે; સિદ્ધશિલા વરદિકા રે લોલ, કન્યા નિવૃત્તિ સાર ભવિ. સમર ૭. અનંત ચતુષ્ટય દાયજો રે લોલ, શુદ્ધિ યોગ નિરોધ ભવિ પ્રાણી રે; પાણિગ્રહણ પ્રભુજી કરે રે લોલ, સહુને હરખ વિધ ભવિ. સમ૦ ૮ ઈણિપરે પર્વ દીપાલિકા રે લેલ, કરતાં કેડી કલ્યાણ ભવિ પ્રાણી રે;