________________
(૨૨૪). હવે ઇંદ્રભૂતિને મનમાં જે સંશય હતું તે કહે છે
પંચભૂતમાંથી જે ચેતનારૂપ વિજ્ઞાન પ્રગટે છે તે પંચભૂત છૂટા પડતાં તેમાં જ લયલીન થઈ જાય છે એટલે કે વિનાશ પામી જાય છે, તેથી જીવની પરભવની સંજ્ઞા હોતી નથી અથવા પરભવ જ હેત નથી. ૨.
હવે પ્રભુ તેને ઉત્તર આપે છે -
હે ઈંદ્રભૂતિ! વેદ પદનો જે આ અર્થ કરવામાં આવે છે તે મિથ્થારૂપ છે, અસત્ય છે. ત્યાં વિજ્ઞાનઘન એવું જે વેદનું પદ છે, તેને અર્થ–તેનું સ્વરૂપ તે આ પ્રમાણે છે–ચેતના તે જ વિજ્ઞાનઘન છે અને તે જ્ઞાન દર્શનના ઉપયાગરૂપ છે. એ જ્ઞાન દર્શન વસ્તુના સંયોગે પંચભૂતિક જ્ઞાનમય થાય છે, કારણ કે જ્યાં જેવી વસ્તુ દેખે ત્યાં જ્ઞાન તે રૂપે પરિણમે છે અને વસ્તુ વિનાશ પામતાં અથવા બીજી વસ્તુ તે સ્થાને આવતાં પૂર્વ જ્ઞાનનો વિપર્યય થાય છે અને અન્ય વસ્તુનું ઉત્તમ જ્ઞાન થાય છે. અર્થાત્ આત્મા જે વિજ્ઞાનઘન છે તે નાશ પામતો નથી પરંતુ તેનું વસ્તુસ્વરૂપનું જ્ઞાન-ઉપયોગ વિનાશ પામે છે, તેમાં ફેરફાર થાય છે. આ અર્થને સમર્થ–યથાયોગ્ય જાણું હે મૈતમ ઇદ્રભૂતિ ! તું તેને વિપરીત અર્થ કરીશ નહીં. મારા કહ્યા પ્રમાણે અર્થ કરજે.
પ્રભુના આ પ્રમાણેના કહેવાથી ઈંદ્રભૂતિની ભ્રાંતિ નાશ પામી એટલે તેણે પ્રભુની પાસે દીક્ષા લીધી અને પ્રથમ શિષ્ય અતિ વિનીત એવા થયા. ૩ થી ૬.
એ તમસ્વામીએ દીવાળીના દિવસના પ્રભાતે એટલે બેસતે વર્ષે (કાર્તિક સુદિ ૧ મે) પ્રાતઃકાળમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને બાર વર્ષ કેવળપણે વિચરી પ્રાંતે શિવસુખને પામ્યા. તેમને નયવિજય પ્રીતિપૂર્વક પ્રણામ કરે છે. ૭. ઇતિ