________________
(૧૭૪) પરિભ્રમણને છેડે કઈ રીતે આવશે? એમ વિચારવું તે કરુણ ભાવના કહેવાય છે. ૬.
( સુરમ્ ) परदुःखप्रतीकार-मेवं ध्यायन्ति ये हृदि। लभन्ते निर्विकारं ते, सुखमायतिसुन्दरम् ॥७॥
અર્થ –(જે) જે. (પણાતી) પરના દુખના નિવારણનું ( હૃતિ ) હૃદયમાં (વે) એ પ્રકારે (દયા ) ચિતવન કરે છે, (તે) તેઓ-સજજનો (નિર્વિધ) વિકાર રહિત એટલે નાશ ન પામે એવું અને (અતિસુત્ર) આગામીકાળે કલ્યાણને વહન કરનારું (કુર્ણ ) પરમાનંદ સુખ ( મત્તે) પામે છે. ૭. * સુખ એટલે પરમાનંદ, આનંદ અહીં વૈગિક સમજ. નિર્વિકાર આનંદમાં કઈ પ્રકારને ફેરફાર થતો નથી. ટૂંકામાં કહીએ તો તે આનંદ સ્થિર અને સ્થાયી છે. વ્યવહારિક આનંદ ક્ષણિક છે, ઔપચારિક છે અને પરાધીન છે. તે અને આ આનંદમાં ઘણે તફાવત છે. ભૂતદયા ચિતવનાર, સંસારને સાચા સ્વરૂપે નિહાળનાર અને દુઃખમાં મગ્ન થયેલી પ્રાણરાશિને બહાર કાઢવાના ઉપાયે વિચારનાર વિશાળ હૃદયવાળા મહાનુભાવોને આ સર્વ શક્ય છે. આવી રીતે પ્રાણુઓ પારકાના દુઃખને વિચાર કરે અને તેને દૂર કરવાના ઉપાયે વિચારે. એ પોતે એવા સહાનુભૂતિ અને ભૂતદયાના વિચારને પરિણામે મન પ્રસાદ પામે છે અને એ મનઃપ્રસાદ માનસિક સુખ છે. ૭.