________________
વિષય રૂપ જલવાલા, મેહ રૂપ કાદવવાલા, વિલાસ અને હાવભાવ રૂપ જલ જતુઓથી ભરેલા અને મદ રૂપ મગરવાલા જોબન રૂપ મહાસમુદ્રને ધીર પુરૂષ તરેલા છે. ૪૩
जइवि परिचत्तसंगो तव तणुअंगो तहावि परिवडई ॥ महिला संसग्गीए, कोसा भवसि य मुणिव्व ॥४४॥
જો કે, કુટુંબાદિકને સંગ જેણે ત્યાગ કર્યો હોય અને તપથી શરીર દ્વબલું કર્યું હોય તોપણ તે, સ્ત્રીના સંસર્ગથી કેશ્યા વેશ્યાને ઘેર રહેલા ( સિંહગુફાવાસી) મુનિની પેઠે ચારિત્રથી પડે છે. ૪૪
सव्वग्गंविमुक्को, सीईभूओ पसंतचित्तो अ॥ जं पावइ मुत्तिसुहं, न चकवट्टीवि तं लहई ॥४५॥
સર્વ પરિગ્રહથી મૂકોલે, શાંત થયેલ અને શાંત ચિત્તવાલો માણસ જે સુખ પામે છે તે સુખ ચક્રવર્તિ પણ પામતો નથી. એ ૪૫ છે
खेलमि पडिअमप्पं, जह न तरइ मच्छिवि मोएऊ । तह विसयखेलपडिअं, न तरइ अप्पंपि कामंधो ॥४६॥
જેમ કફમાં પડેલી માખી તેમાંથી પિતાને મૂકાવા સમર્થ થતી નથી, તેમ વિષય રૂપ ખેલમાં પડેલ કામાંધ જીવ પણ તેમાંથી નીકલવા સમર્થ થતો નથી. કે ૪૬ છે जं लहइ वीयराओ, सुक्खं तं मुणइ सुचिअ न अन्नो ॥ नहिं गत्ता सूअरओ, जाणइ सुरलोइअं सुक्खं ॥४७॥