________________
૭૦
ધર્મના અર્થિયે ઇદ્રિને જીતવામાં દઢ ઉદ્યમ કરે જોઈયે. ૪
जह कागिणइ हेलं, कोडी रयणाण हारए कोई ॥ तह तुच्छ विसय गिद्धा, जीवा हारवि सिधिमुहं ॥५॥
જેમ કઈ મૂખે એક કેડીને માટે કોડા રત્નને હારે તેમ તુચ્છ એવા વિષયમાં આસક્ત થયેલા જીવો મોક્ષસુખને હારી જાય છે. ૫
तिलमित्तं विसयमुहं, दुहं च गिरिरायसिंगतुंगयरं ॥ भवकोडिहिं न निहइ, जं जाणमु तं करिज्जासु ॥६॥
તલમાત્ર વિષયસુખ દુઃખરૂપ મેરૂ પર્વતના ઉંચા શિખર જેવું છે. વળી તે દુઃખ કોડ ભવ સુધી ખુટે તેમ નથી, માટે હે જીવ! જેમ જાણ તેમ કર. ૬
(
રવિઝાતિવૃત્તમ્) भुंजता महुरा विवागविरसा किंपागतुल्ला इमे, कच्छुकंडुअणंव दुक्खजणया दाविति बुद्धिं सुहे ॥ मज्झन्हे मयतिन्हियव्व सययं मिच्छाभिसंधिप्पया, भुत्ता दिति कुजम्म जोणिगहणं भोगा महा वेरिणो॥७॥
કિપાક ફલની પેઠે ભેગવતાં મધુર, પણ પરિણામે પ્રાણનો નાશ કરનારા, ખસના ફલ્લાને ખણવાની પેઠે દુઃખ આપનારા, મધ્યાન્હ વખતે મૃગ તૃષ્ણની પેઠે નિરંતર ખોટા અભિપ્રાય આપનારા અને મહા વૈરી સરખા ભાગે ભેગવનારાને કુજન્મરૂપ ગહન જેની આપે છે.