________________
હે જીવ! તને નરક રૂપ સંસારમાં અનંતીવાર એવી તૃષા ઉત્પન્ન થઈ હતી કે, જે તૃષાને શમાવવાને અર્થે સર્વ સમુદ્રાનું પાણી પણ ન સમર્થ થાય! (૬૫)
आसी अणंतखुत्तो, संसारे ते छुहावि तारिसिया ॥ जं पसमेउ सव्वो, पुग्गलकाओबि न तिरिज्जा ॥६६॥
હે આત્મન ! તને નરક રૂપ સંસારમાં અનંતીવાર એવી ક્ષુધા-ઉત્પન્ન થઈ હતી કે, જે સુધાને શમાવવાને અર્થે સર્વ ધ્રતાદિ રૂપ મુદ્દગળના સમૂહ પણ ન સમર્થ થાય! (૬)
काऊण-मणेगाई, जम्मण मरण परियट्टण सयाई ॥ दुख्खेण माणुसत्तं, जइ लहइ जहिच्छियं जीवो. ॥६७॥
જ્યારે જીવ અનેક જન્મ મરણના પરાવર્તનના સેંકડો દુખે કરીને મનુષ્યપણને પામે છે, ત્યારે પિતાની ઈચ્છા પ્રમાણે કુશળપણાને પામે છે. (૬૭)
तं तह दुल्लह लंभं, विज्जुलया चंचलं च मणुअत्तं ॥ धम्ममि जो विसीयइ, सो काउरिसो न सप्पुरिसो॥६८॥
જે પુરૂષ ચુલકાદિ દશ દષ્ટાંત કરી દુઃખે પામવા રોગ્ય અને વીજળીરૂપ લતાના જેવા ચંચળ, તે મનુષ્યપણાને પામીને ધર્મમાં ખેદ પામે છે એટલે ધર્મ કરવામાં પ્રમાદ કરે છે તે કુપુરૂષ જાણ, પણ પુરૂષ ન જાણ. (૬૮)