________________
૧૦૨
શ્રી આત્મભાવના. આબુ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શત્રુંજય સાર; પંચ તીર્થ ઉત્તમ ઠામ, સિદ્ધિ ગયા તેને કરું પ્રણામ. નામજિણા જિણનામા, ઠવણજિણ જિણપડિમાએ; દબૈજિણા જિણજીવા, ભાવજિણા સમવસરણ. ૧
જેમ મંત્રથી ઝેર ઉતરી જાય, રેગ મટી જાય, તેમ પ્રભુનામથી મિથ્યાત્વ, અવ્રત, જેગ, કષાય, કમરેગ સર્વે મટી જાય છેપ્રભુ નામ કેવળજ્ઞાની, નીર્વાણ, સાગર, મહાજશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, શ્રીદત્ત, દાદર, સુતેજ, સ્વામિક, મુનિસુવ્રત, સુગતિ, શિવંગતિ, અસ્તગતિ, નમિસર, અનિલ, જશધર, કૃતારથ, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવંકર, શુભદિન, સંપ્રતિ એ અતીતકાલે થઈ ગયા તે સર્વેને મહારી અનંતી કોડાણ કોડવાર ત્રિકાલ વંદના હજે છે 2ષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભુ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ શાંતિ, કુંથુ, અર, મદ્વિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા છે જે રીતે તમે શાંતિ પામ્યા તે રીતે સર્વ જીવને શાંતિ કરે, એમ મારી વિનંતિ છે. પદ્મનાભ, સુરદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભુ, સર્વાનુભૂતિ, દેવસુત, ઉદયનાથ, પેઢાલ, પિટીલ, સત્કીર્તિ, સુવ્રત, અમમ, નિષ્કષાય, નિ પુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત,સમાધિ, સંવર, યશધર, વિજયદેવ મલ્લીજિન, દેવજિન, અનંતજિન, ભદ્રંકર એ ચોવીશ પ્રભુ થશે, તેને મહારી અનંતી કોડાણ કોડવાર ત્રિકાલ વંદના હોજે સીમંધર, યુગમંધર, બાહુ, સુબાહુ, સુજાત, સ્વયંપ્રભુ, વૃષભભાન, અનંતવિર્ય, સુરપ્રભા, વિશાલનાથ, વાધર, ચંદ્રાનન,