________________
સિદ્ધગિરિ સ્તુતિના દુહા. ૧૦૧ દ્ધાચલજી આવી અલુઆણે પગે ચાલે, નિર્મલ શિયલ પાલે, ભુમિસંથારે સુવે, છકાયની રક્ષા કરે, ઓહીપદ સહિત એક લાખ નવકાર ગણે, ક્રોધ કષાયને ત્યાગ કરે, સાત છઠ બે અઠમ કરે, સાતક્ષેત્રે વિત્ત વાવરે, સુપાત્રે દાન દે એ રીતે શ્રી સિદ્ધાચલજી આવી જે પ્રાણું મન વચન કાયાએ કરી ત્રિકરણ જેને શ્રી સિદ્ધાચલજીને સેવે તે પ્રાણ ત્રીજે ભવે મોક્ષે જાય. શત્રુંજયે સાધુને પડિલાભે, સ્વામિવાત્સલ્ય કરે, તેને ત્રિકરણ યોગે સેવે, સિદ્ધગિરિ ફરસે તે પ્રાણ ત્રીજે ભવે મોક્ષે જાય, એવું શ્રી વીર પરમાત્માએ સ્વમુખે પ્રરૂપ્યું છે તે સહવું પાળવું ધારવું. જે નવાણું જાત્રા કરે તે પ્રાણું મેક્ષે જાય. એ રીતે કરે તે મેક્ષનાં સુખ પામે, સિદ્ધિ વરે સહી; એવું સાંભળીને કેટલાક ભદ્રજીવ પ્રતિબોધ પામ્યા અને કેટલાક પામશે. ઈતિ.
––(૦)–– I ૩૪ શ્ર પંપમેષ્ટિને નમ: II શ્રી આત્મભાવના.
અહે આત્મા ! તું વિચારી જેજે કે તું અનંત કાળ થયાં રઝળે છે, પણ દુ:ખને અંત આવ્યો નહીં. હવે તું મનુષ્યનો જન્મ પામે છે તે ધર્મસાધન કર કે જેથી સર્વે સંતાપ મટી જાય. એવી રીતનું ધર્મ સાધન કરે કે જેથી વહેલા મુક્તિ મળે તેમ કરે. શાથી? જે હવે તમારે સંસારમાં રઝળવું તે ઠીક નહીં; મુક્તિના કારણે સાચા પામ્યા છે, તે આ અવસર ચુકે નહીં.