________________
આલોયણું
સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ચતુર્વિધ સંઘની નિંદા કરી મહા પાપ બાંધ્યાં; સાધુ સાધ્વીને ભવે વ્રત લઈ વિરાધ્યાં, ચારિત્રને વિષે દેષ લગાડયા; શ્રાવક શ્રાવિકાને ભવે સમ્યકત્વ મુલ બાર વ્રતના અતિચાર ટાન્યા નહિં, વ્રત વિરાધ્યાં હોય, દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય ગુરૂદ્રવ્ય સાધારણુદ્રવ્ય ઈત્યાદિક ભક્ષણ કર્યા, ઉપેક્ષણ કર્યા, છતી શક્તિએ સાર સંભાળ કીધી નહી, માતા, પિતા, ભાઈ, ભોજાઈ, દાદા, દાદી, કાકા, કાકી, મામા મામી, ભાઈ, બેન, બેટા, બેટી, ભાણેજ, ભત્રીજા, ભત્રીજી, કલત્ર, વહુ, પત્રા, ત્રિી પિત્રાઈ, ગત્રાઈ, સગા સંબંધી, કુટુંબ, પરિવાર, ચેલા, ચેલી, સજ્જન, મિત્ર, સાધમ, પાડોશી, દાસ, દાસી, વાણોતર, ચાકર ઈત્યાદિક જીવને રાગદ્વેષે કરીને, વઢવાડે કરીને, કામવશે કરીને, કલહ કરીને, ક્રોધ કરીને દુહવ્યા હોય, મરાવ્યા હોય, બંધીખાને નંખાવ્યા હોય, દંડાવ્યા હોય, જીવથી રહિત ર્યા હોય, કરાવ્યા હોય, અશાતા ઉપજાવી હોય આવે. પરભવે, ભવે તે મન વચન કાયાએ ઠરી તસ્સ મિચ્છામિ દુક્કડં.
- મહારે જીવે પડિસિદ્ધાણું કરણે–પ્રતિષેધ ભવસંબંધી જીવાજીવાદિક નવતત્ત્વ, પદવ્ય, સાત નય, ચાર નિક્ષેપ, નિદાદિકના સુક્ષમ પુદગલ વિચાર સહ્યા નહિ; આપણી કુમતિ લગે ઉત્સુત્ર પ્રરૂપણ કીધી, મિથ્યાત્વીના ધર્મ પ્રવર્તાવ્યા; પરદર્શનની ઉન્નત્તિ વધારી હોય; મહા આરંભ કરાવ્યા હોય, અકરાકર કીધા હોય, નિંદા કરી હોય; તીર્થ ઉથાપ્યાં હોય, અનેરી આશાતના કીધી હોય, અઢાર પાપસ્થાનક સેવ્યાં હાય, સેવરાવ્યાં હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યાં હોય, અનેરું વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કર્યું હોય, બહુબીજ,